Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય પ્રશાંતમૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજયમહેાયસૂરીશ્વરજી મહારાજાના મોંગલ આશીર્વાદથી શ્રી સાળવીના આદીશ્વર ભગવાન જૈન દહેરાસર ટ્રસ્ટ તરફથી આ શીલાપદેશમાલા” ગ્રંથનું પ્રકાશન કરતાં અમે હષ અનુભવી રહ્યા છીએ. આ ગ્રંથનું નામ યથાર્થ છે. શીલ એટલે બ્રહ્મચર્ય, શીલના-બ્રહ્મચર્યના ઉપદેશાની માલા તે શીલાપદેશમાલા. આ ગ્રંથમાં બ્રહ્મચર્યના ઘણા મહિમા ગાયા છે. શીલપાલન કરવાથી થતા લાભેાનું અને શીલભંગથી થતી હાનિનું અનેક દૃષ્ટાંતાપૂવ ક રોચક વર્ણન કરવામાં આવ્યું છે. આમાં આવેલી કથાએ સામાન્યજનને પણ વાંચવી ગમે તેવી છે. ભૂતકાળમાં આ ગ્રંથ ઉપર થયેલી અનેક ટીકાઓની રચનાથી જાણી શકાય છે કે ભૂતકાળમાં આ ગ્રંથ ઘણા પ્રચલિત હતા. જિનદાસ શ્રાવકે ગુરુની પાસે સાત વષઁની વયે શીલાપદેશમાલાનું વ્યાખ્યાન સાંભળીને જીવનપર્યં ́ત એકાંતરે બ્રહ્મચર્ય વ્રત પાળવાના નિયમ લીધા હતા. એની પત્ની સુહાગદેવીએ પણુ લગ્ન પહેલાં સાધ્વીજી પાસે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાના નિયમ લીધા હતા. જે દિવસે જિનદાસને વ્રતની છૂટ હતી તે દિવસે પત્નીને નિયમ હતા. જે દિવસે પત્નીને છૂટ હતી તે દિવસે જિનદાસને નિયમ હતા. આથી બંનેએ ગુરુની પાસે યાવજ્જીવ બ્રહ્મચર્ય વ્રતના સ્વીકાર કર્યાં હતા. આ વિગત સેનપ્રશ્નગ્રંથમાં (સળંગ પ્રશ્નનંબર) ૩૯૬મા પ્રશ્નના ઉત્તરમાં જણાવી છે. આના ઉપરથી પણ સમજી શકાય છે કે પૂર્વે આ ગ્રંથ સામાન્ય જનસમાજમાં ઘણુંા પ્રચલિત હતા. આજે જયારે જનસમાજમાં શીલના પ્રેમ ઘટવા લાગ્યા છે, શીલભંગના પ્રસંગા ખૂબ વધી રહ્યા છે, શીલની રક્ષા થાય તે માટે મહાપુરુષાએ બતાવેલી મર્યાદાઓને– નિયમના ભાંગીને ભુક્કો થઈ રહ્યો છે, પરિણામે કુમારીઓનુ કૌમાય` ખંડિત થવાના ભય ઉપસ્થિત થઈ રહ્યો છે, કામવાસના વધે તેવું વાતાવરણ સર્જાઈ રહ્યુ છે ત્યારે, શીલ ઉપર પ્રકાશ પાથરતા આ ગ્રંથ ઘણા ઉપચેાગી બની રહેશે. શીલેાદેશમાલા ગ્રંથ મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં છે, અને તેના ઉપર “ શીલતર'ગિણી ” નામની સંસ્કૃત ટીકા છે. શીલેાપદેશમાલા મૂળગ્રંથના કર્તા આચાર્ય શ્રી જયસિંહસૂરિના શિષ્ય આચાર્ય શ્રી જયકીર્તિસૂરિ છે. તેઓશ્રીના જીવનની વિશેષ કાઈ માહિતી અમને પ્રાપ્ત થઇ નથી. શીલતર`ગિણી સ`સ્કૃત ટીકાની રચના રુદ્રુપલ્લીય ગચ્છના આચાય. શ્રી સંઘતિલકસૂરિના શિષ્ય આચાર્ય શ્રી સામતિલકસૂરિએ વિ.સ. ૧૩૪ માં કરી છે. તેમનું બીજું નામ વિદ્યાતિલક હતું. તેઓશ્રીએ બીજા પણ વીરકલ્પ, ષડ્ઝ નસૂત્રટીકા, લઘુસ્તવટીકા અને કુમારપાલદેવ ચરિત વગેરે ગ્રંથાની રચના કરી છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346