Book Title: Sharda Shiromani Author(s): Shardabai Mahasati Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh View full book textPage 7
________________ એમના પુનિત પગલા થાય છે ત્યાં માનવમેદની એમના દર્શનાર્થે અને એમની અમૂલ્ય વાણી સાંભળવા ઉમટે છે. એમની ચમત્કારી વાણીના પ્રભાવથી કંઈકના જીવન પાવન બને છે. વ્રત-પચ્ચકખાણ અને તપત્યાગથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પૂ. મહાસતીજીના આ ચાલુ ચાતુર્માસમાં તપ, ત્યાગ અને ઘતપશ્ચકખાણના વિક્રમ સર્જાયા. સેળ ભેળ મા ખમણ અને કુલ મટી તપસ્યા ૨૦૦ ઉપરાંત થઈ છે. પૂ. મહાસતીજીએ પાંચે પાંચ મહિના દેહની દરકાર કર્યા વિના અવિરતપણે વીતવાણુને ધોધ વરસાવ્યો. તેમને જેટલું ઉપકાર માનીએ તેટલે ઓછા છે. આ સમયે આજ પૂ. મહાસતીજીના કાંદાવાડીમાં પ્રથમ ચાતુર્માસમાં થયેલ વિકમ યાદ આવે છે કે ૫૧ ભાગ્યવાન દંપતિઓએ એક સાથે સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ. પૂ. મહાસતીજીના આ વર્ષના પ્રવચનના પુસ્તકનું નામ “શારદા શિરેમણિ” રાખેલ છે એટલે અત્યાર સુધીના બહાર પડેલા બધા પુસ્તકમાં આ પુસ્તક મુગટ રન બની રહે. મેંઘવારીના હિસાબે ૧૦૦૦ પાનાના પુસ્તકની પડતર કિંમત અંદાજે ૫૦ રૂા. થાય છે. પરંતુ પૂ. મહા.ના પ્રવચનપ્રેમી તથા સમાજના ઉદારદિલ દાતાઓની સહાયતાથી ધર્મના પ્રચારાર્થે સૌ કોઈ લાભ લઈ શકે એ ઉદ્દેશથી વેચાણ કિંમત ફક્ત રૂા. ૧૫-૦૦ રાખેલ છે વિશેષતા એ છે કે આ પુસ્તક પ્રકાશનની વાત જનતા સમક્ષ મૂકી કે તરત જ બધાએ તે વાતને સહર્ષ વધાવી લીધી, અને ઉદાર દિલે દાતાઓએ મેટી એવી માતબર રકમ લખાવી. માત્ર પાંચ મિનિટમાં અણધારી અણકલપી રકમ ભેગી થઈ ખરેખર, આવા સહૃદયી દિલાવર દિલના દાતાઓથી જૈન સમાજ ઝળકી રહ્યો છે. આ ઉપરાંત બીજા દાતાઓએ પણ સારી એવી રકમ આપી છે. સર્વ દાતાઓની યાદી આ પુસ્તકમાં આપી છે. આ સર્વે દાતાઓનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આ વ્યાખ્યાન સંગ્રહના પાંચ કે તેથી વધુ પુસ્તકોના અગાઉથી ગ્રાહકો થનાર સૌનો તેમજ આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌને અંતઃકરણપૂર્વક આભાર. આ પુસ્તક પ્રકાશનનું કાર્ય ખૂબ ખંતથી કાળજીપૂર્વક કરી આપવા માટે શ્રી નીતિનભાઈ અદાણું તથા પ્રેસ મેનેજર પ્રફુલ્લભાઈ અને પ્રેસના સૌ કાર્યકરોને આભાર. હૃદયના ઉમળકાથી વ્યાખ્યાન સંગ્રહ કરવામાં બા.બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજીએ ખૂબ જહેમત ઉઠાવી છે તે બદલ તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. પૂ. મહાસતીજીએ દરરોજ વ્યાખ્યાન વિસ્તારપૂર્વક ફરમાવ્યા છે પણ પુસ્તક ઘણું મોટું થવાથી કેટલાક બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર ભેગો કર્યો છે. પ્રેસની કઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જેવા વિનંતી. છતાં કઈ ભૂલ રહી જવા પામી હોય તે સુધારીને વાંચવા વાંચકે ને નમ્ર વિનંતી છે. ક્ષતિ ક્ષશ્ય કરશે. અંતમાં મુંબઈ છેડતા પહેલા પૂ. મહાસતીજી એક ચાતુર્માસ શ્રી કેસરવાડી સંઘમાં કરે એવી અમારા શ્રી સકલ સંધની તેમજ મુરબ્બી શ્રી મણિભાઈ તથા ગીજુભાઈની આંતરિક ભાવના પૂર્ણ કરશે એ જ અભ્યર્થના. લિ. માનદ્મંત્રીઓ શ્રી રમણીકલાલ કસ્તુરચંદ કોઠારી-શ્રી કાન્તીલાલ ચત્રભૂજ શેઠ વેકરીવાળા દ હરિલાલ મેહનલાલ વોરાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1060