Book Title: Sarva Siddhanta Stava
Author(s): Jinprabhasuri, Somodaygani
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 24
________________ સર્વસિદ્ધાંતસ્તવઃ પરિચય – મુનિ વૈરાગ્યરતિવિજય સર્વસિદ્ધાંતસ્તવ' એક એવી કૃતિ છે જેની રચના બે મહાપુરુષોના નામે છે. આ શ્રી જિનપ્રભસૂ.મ. અને આ.શ્રી સોમતિલકસૂ.મ. મૂળભૂત રીતે તે આ. શ્રી જિનપ્રભસૂ.મ.ની રચના છે. આ. શ્રી જિનપ્રભસૂ.મ. ખરતરગચ્છના મહાન પ્રભાવક આચાર્ય હતા. તેમની પ્રતિભા બહુમુખી હતી. સ્વભાવથી તેઓ કવિ હતા છતાં તેમણે સિદ્ધાંતગ્રંથોની પણ રચના કરી છે. ‘વિધિમાર્ગપ્રપા” તેમનો પ્રસિદ્ધ ગ્રંથ છે. “વિવિધતીર્થકલ્પ', ઇતિહાસ અને પ્રવાસ-વર્ણનનો ગ્રંથ છે. તેમણે નાનામોટા સત્તર ગ્રંથની રચના કરી છે. તેમનો સમય વિક્રમની ચૌદમી શતાબ્દી છે. વિ.સં. તેરસો એકત્રીસમાં તેઓ વિદ્યમાન હતા. ઇતિહાસ કહે છે કે તેમને રોજ એક નવું સ્તોત્ર બનાવવાનો નિયમ હતો. રોજ એક નવું સ્તોત્ર બનાવ્યા પછી જ તેઓ આહાર ગ્રહણ કરતા. આ રીતે તેમણે સાતસો નવાં સ્તોત્ર બનાવ્યાં. તેમાંથી આજે ઓગણસાઈઠ ઉપલબ્ધ છે. રોજ એક નવી ગાથા યાદ કરવામાં પણ કષ્ટ અનુભવતા આપણા જેવા બુદ્ધિના સુંવાળા જીવોને આ માનસ તપસ્યાનો અંદાજ આવવો મુશ્કેલ છે. પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા નામના સ્વાધ્યાયનો વિનિયોગ રૂપ યોગ છે, આ. સાહિત્યકાર ઉપરાંત તેઓ માંત્રિક પણ હતા. કવિ અને માંત્રિક આમ બે પ્રકારના પ્રભાવક. શ્રી ગૌતમસ્વામીથી ચાલ્યા આવતા સૂરિમંત્રના આમ્નાયનું તેમણે વિવરણ કર્યું છે. જે “સૂરિમંત્ર-પ્રદેશવિવરણ'ના નામે પ્રસિદ્ધ છે. પાટણ પાસે પાર્શ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ છે-ચારૂપ. ચારૂપ અને ડીસાની વચ્ચે જઘરાલ નામનું ગામ છે. (ડીસા આજે જૂનાડીસા અને નવાડીસા

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69