Book Title: Sarva Siddhanta Stava
Author(s): Jinprabhasuri, Somodaygani
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 25
________________ 24 એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. નવાડીસાથી પાંચ કિ.મી. દક્ષિણમાં જૂનાડીસા છે. જૂનાડીસાથી વીસ કિ.મી.દક્ષિણમાં જઘરાલ છે. હા. છસો વરસથી આ નામ અકબંદ છે) અહીં તેમની મુલાકાત આ. શ્રી સોમાલિકસૂ.મ. સાથે થઈ. આ. શ્રી સોમતિલકસૂ.મ.ના શિષ્યની પાત્રા રાખવાની ઝોળી ઉંદર કાતરી ગયો. શિષ્ય તરત આ. શ્રી સોમતિલકસૂ.મ. પાસે આવ્યા. ઝોળી બતાવી. આ. શ્રી જિનપ્રભસૂ.મ.એ આ જોયું. મંત્રજાપ કર્યો. થોડીવારમાં તો આખો ઉપાશ્રય ઉંદરોથી ઊભરાવા માંડ્યો. આ.શ્રી જિનપ્રભસૂ.મ. એ બધા ઉંદરોને ઉપદેશ આપ્યો. જે ઉંદરે ઝોળી કાતરી હતી તેની પાસે ક્ષમા મંગાવી વિદાય કર્યો. તેમને પદ્માવતી દેવી પ્રત્યક્ષ હતી. પદ્માવતી દેવીના નામે પરચા ઊભા કરી પોતાનો પ્રભાવ વધારવાનું કામ તેમણે કર્યું ન હતું. પદ્માવતી દેવી પ્રત્યક્ષ થયા ત્યારે તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી - “મારા રચેલાં સ્તોત્રો મારા કાળધર્મ પછી પણ ગવાતા રહે. એ નિમિત્તે મને પ્રભુભક્તિનો લાભ મળતો રહે તેવી મારી ભાવના છે. આ માટે મારે એ જાણવું છે કે ભવિષ્યમાં કયા ગચ્છનો અભ્યદય થવાનો છે ? જે ગચ્છનો અભ્યદય થવાનો હશે તેના આચાર્યને હું મારા સ્તોત્રો સમર્પિત કરવા માંગું છું.' પદ્માવતી દેવીએ આ. શ્રી સોમતિલકસૂ.મ.નું નામ સૂચવ્યું. અને તરત જ આ. શ્રી જિનપ્રભસૂ.મ.એ આ. શ્રી સોમતલિકસૂ.મ.ને પોતે બનાવેલાં સાતસો સ્તોત્ર સમર્પિત કર્યા. આ.શ્રી જિનપ્રભસૂ.મ. ખરતર ગચ્છના હતા. આ.શ્રી સોમતલિકસૂ.મ. તપાગચ્છના હતા. છતાં તેમને ગચ્છભેદ ન નડ્યો. સરસ્વતીના અને શ્રુતના સાચા ઉપાસકો આવા જ હોય. આ.શ્રી સોમતિલકસૂ.મ., આ.શ્રી સોમપ્રભસૂ.મ.ના શિષ્ય હતા. તેમણે ચૌદ વરસની ઉંમરે દીક્ષા લીધી હતી. અઢારમે વરસે તેમને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. તેમણે બૃહëત્રસમાસ, સપ્તતિશતસ્થાન-પ્રકરણ નામનાં શાસ્ત્ર અને અગ્યાર વિવિધ અલંકારમય સ્તુતિઓની રચના કરી છે. ભગવાનની વાણી પીસ્તાલીસ આગમમાં વણાયેલી છે. અગ્યાર અંગ, બાર ઉપાંગ, દસ પયજ્ઞા, છ છેદસૂત્ર, ચાર મૂળ, નંદી અને અનુયોગદ્વાર આ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69