Book Title: Sarva Siddhanta Stava
Author(s): Jinprabhasuri, Somodaygani
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 28
________________ 27 શાસનમાં થયેલા પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓનો વચનબોધ છે. (૯) આચારાંગસૂત્ર આચારનું પ્રતિપાદન કરે છે. તેના મહાપરિજ્ઞા અધ્યયનમાં આકાશગામિની વિદ્યા છે જેના સહારે શ્રી વજસ્વામીએ બૌદ્ધો સામે સંઘની પ્રભાવના કરી હતી. (૧૦) સૂત્રકૃતાંગસૂત્રમાં ત્રણસોત્રેસઠ પાખંડીઓના અભિમાનનું ખંડન થાય તેવા પદાર્થો છે. (૧૧) કલ્પવૃક્ષ પાસે જે ફળ માંગો તે મળે, સ્થાનાંગ પાસે જે જવાબ માંગો તે મળે. (૧૨) સ્થાનાંગની જેમ સમવાયાંગમાં પણ એકથી દસ, સો, હજાર જેવી સંખ્યાના આધારે પદાર્થો ગુંથવામાં આવ્યા છે. (૧૩) ભગવતીસૂત્રમાં છત્રીસહજાર પ્રશ્ન અને તેના જવાબ છે. (૧૪) જ્ઞાતાધર્મકથામાં સાડાત્રણકરોડ કથાઓ છે. (૧૫) ઉપાસકદશામાં શ્રીમહાવીરસ્વામીભગવાનના દસ શ્રાવકના ચરિત્ર છે. (૧૬) અંતકૃદ્દશા નામના આગમમાં તે જ ભવમાં મોક્ષે જનારા ગૌતમ, પદ્માવતીવિ.ની સાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧૭) અનુત્તરોપપાતિકદશામાં સાધના કરી અનુત્તરવિમાનમાં જનારા એકાવતારી મહાપુરુષોની જીવનકથા છે. (૧૮) પ્રશ્નવ્યાકરણદશા પ્રશ્નોત્તરરૂપ છે. તેમાં આસ્રવ અને સંવરના સ્વરૂપ અંગે પ્રશ્નોત્તરી છે. અંગુઠામાં, દીવામાં કે પાણીમાં દેવતાનું અવતરણ કેવી રીતે થાય તેની વિદ્યા આ આગમમાં છે. (૧૯) સારાં અને ખરાબ કર્મનો પરિણામ શું આવે છે તેનું જીવંત નિરૂપણ વિપાકસૂત્રમાં છે. (૨૦) ઉપાંગસૂત્રો બાર છે. ઔપપાતિકસૂત્ર આચારાંગસૂત્રનું ઉપાંગ છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69