Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 126
________________ 118 જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ SAMBODHI-PURĀTATTVA માનવ સદ્રશ્ય કપિમાં ધીમે ધીમે ફેરફાર થયા. આ બદલાવ પ્રગતિ સૂચક હતા. આ કારણે સાડા ચારથી પાંચ લાખ વર્ષ પહેલાં નવા માનવનું નિર્માણ થયું. આ નવીન માનવ પ્રથમવાર સીધો ઊભો રહેનાર હતો. જે ટટ્ટાર ઊભો રહી શકતો હોવાથી “હોમો ઇરેકટ' કહેવાયો. સીધા ઊભા રહેનાર માનવના અશ્મીભૂત અસ્થિ અવશેષો પ્રથમવાર પેકીંગ-ચીનમાંથી મળી આવ્યાં હોવાથી તે, પેકીંગ માનવ તરીકે પણ ઓળખાયો. માનવ ઉત્કાન્તિનો આ પહેલો તબક્કો હતો. ઉત્ક્રાન્તિના બીજા તબક્કામાં હવે જે માનવી અસ્તિત્વમાં આવ્યો એ વિચારી શકતો હોવાથી એને વિચારી માનવ (હોમો સેપિયન) કહેવામાં આવે છે, વિચારી માનવનાં અસ્થિ અવશેષો પ્રથમવાર જર્મનીના નિઅડરથલ સ્થળેથી પ્રાપ્ત થયેલા હોવાથી એ નિઅડથલ માનવ કહેવાયો. આફ્રિકાના રોડેશિયામાંથી પણ હોમો સેપિયન માનવના અવશેષો મળી આવ્યા છે. પોતાની બુદ્ધિમત્તાને કારણે વિચારી શકનાર માનવને અગ્નિના ઉપયોગની જણ હતી. આગ એ માત્ર વિનાશ વેરે છે, નષ્ટ કરે છે. પરન્તુ અગ્નિ એ માત્ર વિનાશક પરિબળ જ નથી, પણ જીવનનું એ અત્યંત આવશ્યક ઘટક હોવાનું એ જાણી શક્યો હતો. એનું જીવન રઝળપાટવાળું ભટકતું હતું. એ જંગલી શિકારી હોવાથી પ્રાણીમાંસ પર નિર્ભર રહેતો. અગ્નિની શોધને કારણે અગાઉના કાચા માંસ કરતાં શેકેલું માસ એને માટે વધુ સુરેખ, સ્વાદિષ્ટ અને પાચનમાં વધુ યોગ્ય લાગતું હતું. આ સિવાય એ પોતાના રહેણાંક, ગુફા કે શૈલાશ્રય આગળ હવે અગ્નિને પ્રજવલિત રાખતો. અને આ રીતે એ હિંસક પશુ અને ઝેરી જીવ-જંતુથી રક્ષણ મેળવવાનું શીખી ગયો હતો. વધુમાં હવે એ પશુ-શિકાર કે આખેટ અર્થે હથિયારો ઘડીને વાપરવા લાગ્યો હતો. આ બધું એની યાંત્રિક પ્રગતિનું સોપાન કહી શકાય. જ્યારે ઉત્ક્રાંતિનો પ્રગટ ત્રીજો અંતિમ તબક્કો એટલે જ અધિક વિચારી શકનાર માનવનું આગમન. પોતાની બુદ્ધિમત્તા અને વિકસિત મગજને કારણે એ અધિક વિચારી શકનાર માનવ હોમો સેપિયન સેપિયન કહેવાયો. આ માનવના અવશેષ પ્રથમ ફ્રાન્સના ક્રોમેગ્નોન મુકામેથી મળ્યા હોવાથી તેને ક્રોમેગ્નોન (Cro-Magnon) માનવ પણ કહેવામાં આવે છે. આ અધિક વિચારવંત કે ક્રોમેગ્નોન માનવ 190 સે.મી.ની ઊંચાઈ ધરાવતો હતો. એનો ચહેરો વિસ્તૃત હતો અને નાસિકા આગળ પડતી હતી. એ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિકસિત મગજવાળો, વધુ બુદ્ધિમત્તા ધરાવતો હતો. સંક્ષેપમાં કહીએ તો અનેકાનેક સંઘર્ષો, રઝળપાટ અને પ્રતિકૂળ વિટંબણાઓ વચ્ચે પણ માનવે માત્ર પોતાનું અસ્તિત્વ જ ન ટકાવી રાખ્યું પરંતુ ક્રમે ક્રમે ઉત્તરોત્તર પ્રગતિ સાધતો ઉત્ક્રાંતિની સીમાઓ સુધી પહોંચી ગયો. માનવદેહ-નિર્માણની આ વિકાસગાથા લાખો વર્ષોની છે. એની દેહ ઉત્ક્રાંતિની ગાથા જેટલી જ રમ્ય અને અગત્યની એની સાંસ્કૃતિક વિકાસ-ગાથા છે. માનવનો સાંસ્કૃતિક વિકાસ સમજવા એનાં ઓજાર, હથિયાર, માટીકામ, રહેણાંક, ઉત્કીર્ણ આકૃતિઓ, શૈલચિત્રો, રહેણી, પ્રારંભિક પશુપાલન, પ્રાણીઓ, ધાન્ય, આબોહવા અને કૃષિ વગેરે અનેક વાતો લક્ષમાં લેવી ઘટે. માનવનો આ બધા સાથેનો સંબંધ અને સમયાંકન વગેરે બાબતો પણ આ અભ્યાસના ક્ષેત્રમાં આવે. તત્કાલીન પાષાણનાં ઓજારો પણ વિશિષ્ટ પ્રકારનાં અશ્મ છે. મતલબ કે ગમે તે જાતના પ્રસ્તરનો ઉપયોગ થયેલો નથી. આથી એ સ્પષ્ટ થાય છે કે એને ઘડતર પ્રક્રિયા ઉપરાન્ત પથ્થર પસંદગીનું સારું જ્ઞાન હતું. અને

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242