Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ 176 રવિ હજરનીસ SAMBODHI-PURĀTATTVA હજરીસ. જેમાં તત્કાલીન શિલ્પઘડતર પ્રક્રિયા, અલંકરણો કે આભૂષણ અને સમયાંકન વગેરેની ચર્ચા ખૂબ ઉપયોગી હતી. વ્યાખ્યાન દશ્યશ્રાવ્ય (illustrated with slides) હોવાથી સંપૂર્ણ રીતે માહિતીપ્રદ રહ્યું. પ્રશ્નોત્તરીથી લાગતું હતું કે વિદ્યાર્થીઓ શિલ્પની ઓળખ (Identification) અને સમયાંકન (Chronological Period) અર્થે સજાગ અને જાણકારી સાથે સજ્જ થઈ રહ્યા છે. તા. ૧૮-૩ના રોજ “આદ્ય ઐતિહાસિક શિલ્પો અને પુરાવશેષો” (Proto historic sculptures and Antiquities) વ્યાખ્યાનના વક્તા રાજય પુરાતત્ત્વ ખાતાના નિયામક શ્રી યદુબીરસિંહ રાવત હતા. વ્યાખ્યાનમાં મોહેં જો દડો, હરપ્પા, લોથલ, દેશલપુર, શિકારપુર, કુતાસી પબુમઠ અને ધોળાવીરા જેવી હરપ્પા સંસ્કૃતિની વિગતો સ્લાઈસ દ્વારા બતાવવામાં આવી જે ખૂબ રસપ્રદ રહી. વિષયના વક્તા તજ્જ્ઞ ગણાતા હોઈ, ધોળાવીરા વસાહતના તેઓ મદદનીશ ઉત્પનનકાર હતા. આથી અત્યંત આધારભૂત માહિતી સ્રોત, શ્રોતાઓને મળી શક્યો. બીજું વ્યાખ્યાન મૈત્રક, અનુમૈત્રક અને સોલંકીકાલીન ગુજરાતનાં શિલ્પો (Maitraka, Post Maitraka and Solanki Sculptures of Gujarat) વિષયે હતું. જે જાણીતા પુરા-કલાવિદ્ શ્રી રવિ હજરનીસે, દષ્યશ્રાવ્યના (illustrated with slides) માધ્યમ સાથે આપ્યું હતું. વક્તા મૂર્તિવિધાન (Iconography) અને શિલ્પ (Sculpture) વિષયના ટોચના તજ્જ્ઞ ગણાય છે. તા. ૧૯-૩ના દિવસે પ્રથમ વ્યાખ્યાન “ગુજરાતનાં જૈન શિલ્પો” (Jain sculptures pf Gujarat) હતું. જેના વક્તા બહુશ્રુત વિદ્વાન ડૉ. રસેશ જમીનદાર હતા. તેમણે જૈન શિલ્પોની વિગતો આનુષંગિક સાહિત્ય સાથે આપી હતી. જ્યારે બીજા વ્યાખ્યાતા એચ. કે. આર્ટસ કૉલેજના પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટ “પુરાતત્ત્વની નજરે ગુજરાતની પ્રાચીન રાજધાનીઓ” (Ancient capitals of Gujarat An Archaeological view) નામની માહિતીસભર ફિલ્મ બતાવી હતી. ૨૧-૩ ના રોજ દૂરદર્શન અમદાવાદના રૂપા મહેતાએ “શિલ્પમાં વ્યક્ત થતી નૃત્યકલા” (Dance forms depicted in sculpture) પર મનનીય વ્યાખ્યાન આપેલ હતું, જે લોકપ્રિય રહ્યું. અંતમાં છ દિવસનો અભ્યાસક્રમનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હતાં. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના જૈનવિદ્યા વિભાગના અધ્યક્ષ ડૉ. પૂર્ણિમા મહેતાએ પોતાનાં સંસ્મરણો કહ્યાં હતાં. અને આગામી આવા કાર્યક્રમો વિદ્યાપીઠમાં યોજવા ઇજન આપ્યું હતું. પ્રો. કે. સી. બારોટે આ ભણતરથી, પ્રાચીન ધરોહર અર્થે કંઈક કરી છૂટવાની ધગશ મળી હોવાનું જણાવ્યું હતું. તો તમામ શ્રોતાગણે નજીકના ભવિષ્યમાં આવો અભ્યાસક્રમ-સપ્તાહ ઉત્પનન સ્થળ (Excavation-site) સંલગ્ન યોજવાનો અનુરોધ કર્યો હતો. અને આમ કુદરતે જ્યાં લખલૂટઅખૂટ સૌંદર્ય બક્યું છે, મોરલાઓના નાચ અને કોયલના ટહુકાઓના નૈસર્ગિક વાતાવરણ મળે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કાર્યક્રમની પૂર્ણાહુતિની ઘોષણા થઈ. અને છાત્રો ભારે હૈયે પણ પ્રાચીન ધરોહર પ્રત્યેની સંપૂર્ણ જાગૃતિ સાથે ફરી આવવાની અદમ્ય લાલસા સાથે વિદાય થયા. અસ્તુ.

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242