Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ 184 એસ.વી.જાની SAMBODHI-PURĀTATTVA ધરવામાં આવ્યું હતું. પુરાતત્ત્વવિદોએ જેને “પ્રભાસ સંસ્કૃતિ' નામ આપ્યું છે તેવી પ્રારંભિક ઐતિહાસિક ગ્રામીણ સંસ્કૃતિની તેમાંથી માહિતી મળે છે. તો રોઝડી (શ્રીનાથગઢ)નું ૧૯૮૦ પછી ગુજરાતના પુરાતત્ત્વ ખાતા તથા અમેરિકાની પેન્સીલવેનિયા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વધુ માહિતી મેળવવા ફરીથી ઉખનન કરાયું હતું. તેમાંથી પ્રાપ્ત સામગ્રીમાંથી હડપ્પાકાલીન વસાહતો અને કિલ્લેબંધી મુખ્ય છે. અહીંથી આદ્ય પાષાણયુગનાં અને પ્રાચીન પાષાણયુગનાં ઓજારો મળ્યાં છે. ત્યાંથી ઈ. સ. પૂ. ૧૯૦૦ના સ્તરોના અવશેષો પણ મળ્યા છે. સેલખડીનાં નાના મણકા, ચર્ટના તોલા, સોગઠાં, સોનાનાં કર્ણાલંકાર, લાલ અને બદામી રંગનાં માટીનાં પાત્રો મળ્યાં છે. આ પાત્રો ઉપર કાળા રંગમાં પાળેલા પ્રાણીને ખવડાવતો માણસ, માછલી, પાંદડાં તથા ભૌમિતિક આકૃતિઓ વગેરે દોરવામાં આવતી હતી. જેતપુર પાસેના પીઠડિયામાંથી શંખની બંગડીઓ, પકવેલા મણકા તથા તકલીનાં ચકરડાં મળ્યાં છે. ૨૯ રોઝડી, આટકોટ, પીઠડિયા ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી ૩૧ હરપ્પન સ્થળો પ્રકાશમાં આવ્યાં છે. પ્રભાસ પાટણ પાસેના નગરા ટીંબામાંથી પાષાણ અને કાંસ્યયુગનાં ઓજારો મળ્યાં છે. વળી પ્રભાસ-પાટણ, અમરેલી, જૂનાગઢ, વલભી, દ્વારકામાં શંખની બંગડીઓ અને મણકા બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો હતો. વૈડૂર્ય (Lapis Lazuli) જેવા પથ્થર ઈરાન તથા બદકશાંથી અહીં તે માટે આવતા. વલભી, સોમનાથ અને દ્વારકા બંદરે માલ આવતો અને ત્યાંથી સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં તે મોકલાતો. વળી માટીની મૂર્તિઓ, રમકડાં, દેવ, દેવી, માનવ આકૃતિઓ, લખોટીઓ, ચકરડાં વગેરે પણ બનાવાતાં હતાં. ૧૯૮૭થી ૧૯૯૦ના ત્રણ વર્ષ દરમ્યાન મોરબી પાસેના કુંતાસીના બીબીના ટિંબાનું ઉત્નનન કરવામાં આવ્યું હતું. ત્યાં એક ઔદ્યોગિક વસાહત હોવાના પુરાવા મળ્યા છે. કારણ કે ત્યાં વહાણ લાંગરવાના ધક્કા, માલ ભરવાનાં ગોદામો, નાનાં કારખાનાં, અકીકના પથ્થરો વગેરે મળી આવ્યા છે. કુતાસી બંદર રહ્યું હશે એવા પણ પુરાવા મળ્યા છે. આમ કુંતાસીના ઉત્પનનથી સૌરાષ્ટ્રના સામાજિક તથા આર્થિક ઇતિહાસની માહિતી મળે છે. ઉપરાંત નગવાડા, નાગેશ્વર અને બોટાદ પાસેના બાબરકોટમાં ૧૯૯૧માં ઉત્પનન થયેલું. બાબરકોટમાં પણ મજબૂત કિલ્લેબંધી હોવાના પુરાવા મળ્યા છે.૩૦ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના સેજકપુર તથા ભાવનગર જિલ્લાના વલભીપુર પાસેની મોટી ધરાઈના ઉલ્બનનો તથા ઘેલો તથા કાળુભાર નદી પાસેના હાથબમાંથી પણ અનેક પુરાવશેષો મળ્યા છે. ડૉ.એસ.આર.રાવે પણ દરિયાઈ પુરાતત્ત્વ સંશોધનનો નવો અભિગમ અપનાવી દ્વારકામાં સંશોધન કરેલું. તેનાથી પડેલ પ્રકાશમાં હાલની દ્વારકાને જ મૂળ દ્વારકા ગણી શકાય.૩૧ પુરાતત્ત્વ સંશોધન ક્ષેત્રે પોરબંદરનું પુરાતત્ત્વ સંશોધન મંડળ, સોરઠ સંશોધન સભા, સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ, ગુજરાત ઇતિહાસ પરિષદ, ભાવનગર ઇતિહાસ અભ્યાસ વર્તુળ, ધ્રાંગધ્રા ઇતિહાસ મંડળ, સુરેન્દ્રનગર ઇતિહાસ અભ્યાસ વર્તુળ તથા તેના જેવા અનેક શહેરો કે વિસ્તારમાં સ્થપાયેલાં સ્થાનિક ઇતિહાસ મંડળો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઇતિહાસ વિભાગ વગેરે પણ યથાશક્તિ

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242