Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 185
________________ સૌરાષ્ટ્રમાં પુરાતત્ત્વ (પ્રારંભ-વિકાસ-લાક્ષણિકતાઓ) એસ.વી.જાની પુરાવસ્તુઓનો અભ્યાસ કરનાર વિદ્યા એટલે “પુરાતત્ત્વ” એ ઇતિહાસના અભ્યાસ માટેનું એક મહત્ત્વનું સહાયક શાસ્ત્ર છે. પુરાતત્ત્વનો એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકેનો પ્રારંભ ઓગણીસમી સદીમાં સવિશેષરૂપે થયો હતો. પછીથી વીસમી સદીમાં તેનો વિકાસ થયો હતો અને એકવીસમી સદીમાં તો તે એક મહત્ત્વનું પ્રભાવશાળી વિજ્ઞાન બન્યું છે. તેમાં નૈપુણ્યવાળા પુરાવિદ્ આદરપાત્ર ગણાય છે. સૌરાષ્ટ્રમાં પણ પુરાતત્ત્વ અંગેની જાગૃતિ ઓગણીસમી સદીમાં આવી હતી. પ્રારંભમાં કર્નલ ટોડ અને એમના જેવા સંશોધકોએ તથા પૂર્વેના પ્રવાસીઓએ સૌરાષ્ટ્રમાં જોયેલી વસ્તુઓ, મકાનો, નગરો વગેરેનાં વર્ણન કર્યા છે. પરંતુ તેમાંથી ઇતિહાસ તારવવાનો પ્રયાસ બહુ જ ઓછો થયો હતો.' - ઈ.સ. ૧૭૮૪માં કલકત્તામાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના અને ૧૭૮૮માં “એશિયાટીક રીસર્ચેસ” (Asiatic Researches) નામના સામયિકના પ્રારંભ સાથે ભારતમાં પુરાતત્ત્વીય ક્ષેત્રાન્વેષણનો પ્રારંભ થયેલો ગણાવી શકાય. ૧૮૨૨-૧૮૨૫માં કર્નલ જેમ્સ ટોડે પશ્ચિમ ભારતની મુલાકાત લીધી હતી. ઈ. સ. ૧૮૨૨માં કર્નલ ટોડનું જૂનાગઢના શિલાલેખ તરફ ધ્યાન ગયેલું. પરંતુ ત્યારે એના અંગે વિશેષ કાંઈ થયું ન હતું. અશોકના આ અભિલેખન લિપિ જેમ્સ પ્રિન્સેસ જેવા વિદ્વાનોએ ૧૮૩૪-૩૭માં ઉકેલી હતી. તે લેખનું ભાષાંતર છેક ઈ. સ. ૧૮૭૬માં થયું હતું. આ લેખની વાચના જેમ્સ પ્રિન્સેસ, જૂનાગઢના પ્રાચ્યવિદ્યાના તજ્જ્ઞ ભગવાનલાલ ઇંદ્રજી, બૂહલર, કલહોર્ન જેવા વિદ્વાનોએ સંપાદિત કરી રજૂ કરી હતી. જૂનાગઢનો શિલાલેખ સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ છે. વળી તે મૌર્ય વંશના રાજવી અશોક, ક્ષત્રપ વંશના રાજવી રૂદ્રદામા અને ગુપ્તવંશના રાજવી સ્કંદગુપ્ત જેવા ત્રણ વંશના રાજવીઓની અને તેમનાં કાર્યોની નોંધ દર્શાવે છે. તેથી તે “ત્રિલેખ શૈલ' તરીકે ઓળખાય છે. તેના દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યારોહણ (ઈ. સ. પૂ. ૩૨૧)થી લઈને સ્કંદગુપ્ત આ લેખ કોતરાવ્યો (ઈ. સ. ૪૫૭-૪૫૮) ત્યાં સુધીનો ઉર્ફે કુલ + નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઇતિહાસ-અનુસ્નાતક વિભાગ; સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ,

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242