Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ 180. એસ.વી.જાની SAMBODHI-PURĀTATTVA શિલાદિત્યની માટીનું બીબું વગેરે હતાં. અહીંથી જ ૧૯૩૬-૩૭માં ગરૂડના પ્રતીક ધરાવતા ગુપ્ત રાજવી મહેન્દ્રાદિત્ય કુમારગુપ્તપહેલાના બે હજાર ચાંદીના સિક્કા પણ મળ્યા હતા.૧૩ ૧૯૩૪-૩૬ દરમ્યાન અમરેલી પ્રાંતના મૂળ દ્વારકા સ્થળે પણ વડોદરા રાજયના પુરાતત્ત્વ ખાતાએ ઉત્પનન કરી કેટલાક માળખાકીય અવશેષો મેળવ્યા હતા. તો ૧૯૩૭-૩૮માં શિલાદિત્યનું ટેરાકોટાનું લંબગોળ સિલ મળ્યું હતું. ત્યાંથી તાંબાના પણ ઘણા સિક્કા મળ્યા હતા. ૧૪ એસ.આર.રાવના મતાનુસાર અમરેલીનો સૌથી પ્રાચીન અભિલેખીય ઉલ્લેખ વલભીના ધરસેન-બીજાના સોરઠ તામ્રપત્ર (૫૭૧ ઈ. સ.)માં મળે છે. તેમાં દર્શાવેલ અબ્રીલિકાને તે અમરેલી ગણાવે છે.૧૫ ફાધર હેરાસે પણ વલભીમાં થોડું ખોદકામ કરાવી ત્યાંનાં ખંડેરોમાંથી કેટલીક સામગ્રી મેળવી હતી.૧૬ ૧૯૩૪માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતા દ્વારા લીંબડી પાસેના રંગપુરમાં ઉખનન કરાતાં એ જાણી શકાયું કે તે સ્થળ સિંધુ ખીણ સંસ્કૃતિનું દક્ષિણ તરફનું વિસ્તરણ હતું. તે બાબતને ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીએ કરેલા ઉત્નનનથી સમર્થન મળ્યું હતું. પરંતુ ૧૯૪૭માં પુનાની ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કરેલા ઉખનનથી એવી છાપ પડી કે તે અનુ-હરપ્પન સમયનું સ્થળ હતું. પરંતુ ૧૯૫૩-૫૬ દરમ્યાન ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ ખાતા દ્વારા રંગપુરનું બૃહદ્ ઉખનન કરાતાં એ પુરવાર થયું કે આ સ્થળે હરપ્પન તથા અનુ-હરપ્પન સંસ્કૃતિ બંનેના અવશેષો મળેલા છે. ૧૮ રંગપુરના અવશેષો અને પૌરાણિક ઉલ્લેખો સૂચવે છે કે સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠાના પ્રદેશનો આદિ ઐતિહાસિકકાળ બહુ જવલંત હશે.૧૯ એસ. આર. રાવ રંગપુરના અવશેષોને 3000 ઈ. સ. પૂર્વેના ગણાવે છે. રંગપુરનું મહત્ત્વ એ વાતમાં છે કે તે ગુજરાતમાં શોધાયેલ પ્રથમ હરપ્પન સ્થળ છે. વળી આ સ્થળ એવું છે જ્યાં સંસ્કૃતિ સિંધુખીણ, કરતાં પણ વધુ સમય માટે અસ્તિત્વમાં રહી હતી. ઉખનિત આ સ્થળ સુખભાદર નદીના ડાબા કાંઠે આવેલ છે. તેનો પ્રાચીન ટિંબો ૧૦૮૦ ૮ ૮૪૦ મીટરનો હતો. આ શહેરનો વિનાશ લગભગ ઈ. સ. પૂ. ૧૯૦૦માં આવેલા ભયંકર પૂરને લીધે થયો હતો. આ સ્થળેથી કાચી માટીની ઈંટોના મકાનોના અવશેષો, પથ્થરનાં વજનિયાં, મણકા, તાંબાની બંગડીઓ, વીંટી, સપાટ-શંખ, રંગીન ઠીકરાં વગેરે મળી આવ્યાં છે. દરેક ઘરમાં સ્નાનાગાર હતું તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી. ૨૦ - વલ્લભજી હ. આચાર્યે ૧૯૦૨-૦૩માં ૧૧૫ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ૪૬ લેખના રબીંગ અને ૧૩ નવા લેખ પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત ૧૩ તામ્રપત્રોના રબીંગ, ૧૧ સિક્કા અને ૨ ફોસિલ મેળવ્યાં હતાં. તેમના પછી તેમના પુત્ર ગિરજાશંકર વ.આચાર્યે પણ ૧૯૧૦થી ૧૯૧૮ના વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્રમાં કેટલાંક ગામનું પુરાતત્ત્વીય સર્વેક્ષણનું કામ કર્યું હતું. તેઓ પણ તેમના પિતાની જેમ વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર નિમાયા હતા. તેમણે સંસ્થા અર્થે અનેક નવા શિલાલેખ મેળવ્યા હતા. તેમાં પણ હળવદમાંથી શરણેશ્વર મહાદેવની વાવમાંથી ઈ. સ.૧૫૭નો લેખ તેમની મહત્ત્વની શોધ હતી. લેખ અંતર્ગત ઈ. સ.૧૩૯૨થી ૧૫૨૫ સુધીના રાજાઓની વંશાવલી ઉપરાંત રાજાઓની પત્નીઓનાં નામ પણ આપવામાં આવ્યાં છે. ૨૧ ઉપરાંત સુરેન્દ્રનગર

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242