Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ પુરાવસ્તુ અને શિલ્ય અભ્યાસક્રમ અહેવાલ Archaeology and Sculpture - ( A short Term Study course - Report) Dt. 14-3-2005 to 21-3-2005 રવિ હજરનીસ ગત વર્ષે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદ અને ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે છ દિવસનો ટૂંકી મુદતનો પુરાવસ્તુ અને શિલ્પ' વિષયે તા. ૧૪૩-૨૦૦૫ થી ૨૧-૩-૨૦૦૫ સુધીનો એક અભ્યાસક્રમ યોજાઈ ગયો. નાણાંકીય સહાય પુરાતત્ત્વ વિભાગે આપેલ હતી. સમગ્ર અભ્યાસક્રમના રચયિતા ગુજરાત રાજયના પૂર્વ સહાયક પુરાતત્ત્વ નિયામકશ્રી રવિ હજરનીસ હતા. અભ્યાસક્રમ દરમ્યાન રોજેરોજ બપોરે ૩.૦૦ થી ૫.00 બે તાસ-પીરીયડ લેખે કેટલાંક દશ્ય - શ્રાવ્ય (Audio - Visual) અને કેટલાંક શ્રાવ્ય વ્યાખ્યાનો થતાં. વ્યાખ્યાતા, પ્રસિદ્ધ પુરાવિદૂ કે કલાવિદ્ સાથે ગોષ્ઠી, પ્રશ્નોત્તરીનો સમાવેશ પણ થઈ જતો. એક બાજુ વર્ષોના અનુભવી પુરાવિદ્ - કલાવિદો વ્યાખ્યાતા હતા તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ અધ્યાપન ક્ષેત્રે વ્યવસાયિક અધ્યાપકો, કેટલાંક વિભાગીય અધ્યક્ષો, ફાઈન આર્ટ્સના છાત્રો, સ્થપતિ (Architect), સંસ્થાના નિયામક, સંગ્રહાલયના સંચાલક, જૈનધર્મસંઘના ટ્રસ્ટી, બૌદ્ધસંઘના ચેરમેન અને પત્રકાર વગેરે વિદ્યા આકાંક્ષીઓ હતા. ટૂંકમાં કહીએ તો ૮૦થી વધુ છાત્રોમાં ગુજરાત યુનિવર્સિટી, તેમ જ યુનિવર્સિટી ભાષાભવનના અધ્યક્ષ, કેટલીક સંલગ્ન કૉલેજના સંસ્કૃત અને ઇતિહાસના વિભાગના વડાઓ, અધ્યાપકો, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના જૈનવિદ્યા વિભાગના અધ્યક્ષ અને અધ્યાપક, અહીંના જ ઇતિહાસ અને સાંસ્કૃતિક વિભાગના પ્રતિનિધિઓ, ભો.જે. અધ્યાપન અને સંશોધન સંસ્થા, અમદાવાદ, અને એચ. કે. આર્ટસ કૉલેજના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થયો. આ સિવાય એમ. બી. એ. એમ. એડ. ગણિત, આંકડાશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને કાયદાશાખાના છાત્રો પણ સમાવિષ્ટ હતા, જે વિવિધ ક્ષેત્રે કામ કરતા લોકોની પુરાવસ્તુ અને પ્રાચીન ધરોહર પ્રત્યેની અભિરુચિ બતાવે છે. કાર્યક્રમની સમીક્ષા અર્થે સંક્ષેપમાં રોજેરોજની વિગતો તપાસીએ. અભ્યાસક્રમ પહેલાં અને અભ્યાસક્રમ દરમ્યાન રોજિંદા પત્રકાર પરિષદનું આયોજન થતું. જેમાં પત્રકારોને સંબોધન અને પ્રત્યુત્તર જિતેન્દ્ર શાહ, રવિ હજરનીસ અને રસેશ જમીનદાર આપતા. જેમાં સહાય કનુભાઈ શાહ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242