Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ Vol-1, XXIX રૂપા મહેતાની છત્રીનો લેખ 173 સમગ્ર રીતે જોતાં લેખના અક્ષરો ગુજરાતી લિપિના બોડીયા અક્ષરો છે. જો કે આ સમયે મથાળા બાંધીને લખાણ લખવામાં આવતું એમ ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, જે પરથી લાગે છે કે ઐતિહાસિક માહિતી સાચવતો લેખ બનેલા બનાવનો અનુકાલીન છે. ઉપરોક્ત બાબતને સત્ય તરીકે સ્વીકારવામાં આવે તો લેખ પાછળથી બેસાડ્યાનું કહી શકાય; કારણ કે તેમાં અંગ્રેજી તારીખ છે. ઈ.સ.૧૮૧૭=૧૭૬૬ વિ. સંવત છે. આ સમય દરમ્યાન સિંધિયા અને હોલ્કર વચ્ચે કોઈ અણબનાવ કે લડાઈ થઈ છે? કારણ કે પેશ્વા, હોલ્કર અને સિંધિયા વચ્ચે આ વર્ષોમાં અણબનાવ હતો. જો એમ હોય તો એમના ઘર્ષણનું પણ આમાં સૂચન જણાય છે. વળી આ સમયમાં ઈ.સ.નો ઉપયોગ સામાન્ય રીતે તત્કાલીન લેખો જોતાં સંભવિત લાગતો નથી; કારણકે આ વખતે વિક્રમ સંવત અને શક સંવતની નોંધ થતી જોવામાં આવે છે. અને જો આ સ્વીકારવામાં આવે તો ઈ.સ. નો ઉપયોગવાળો આ લેખ ઐતિહાસિક બયાન આપતો હોવા છતાં સમકાલીન ગણવો યોગ્ય લાગતો નથી. જેથી લુણાવાડાના રૂપા મહેતાની છત્રીના લેખ અંગે વધુ સંશોધન અપેક્ષિત છે. પાદટીપ : ૧. ફોટોગ્રાફ શ્રી રૂદ્રદત્તસિંહ રાણાના સૌજન્યથી રજુ કરેલ છે. 2. S.N.Sen. Administrative System of Marathas, Maharashtra State, Gazetteers, History, Part-III, p.220. ૩. કે.કા.શાસ્ત્રી, લુણાવાડા, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (સં.) પરીખ - શાસ્ત્રી, ગ્રંથ - ૭, મરાઠાકાલ - પૃ. ૨૦૧ મેઘાજીની છત્રી, લુણાવાડા

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242