________________
Vol-1, XXIX
રૂપા મહેતાની છત્રીનો લેખ
173
સમગ્ર રીતે જોતાં લેખના અક્ષરો ગુજરાતી લિપિના બોડીયા અક્ષરો છે. જો કે આ સમયે મથાળા બાંધીને લખાણ લખવામાં આવતું એમ ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, જે પરથી લાગે છે કે ઐતિહાસિક માહિતી સાચવતો લેખ બનેલા બનાવનો અનુકાલીન છે.
ઉપરોક્ત બાબતને સત્ય તરીકે સ્વીકારવામાં આવે તો લેખ પાછળથી બેસાડ્યાનું કહી શકાય; કારણ કે તેમાં અંગ્રેજી તારીખ છે. ઈ.સ.૧૮૧૭=૧૭૬૬ વિ. સંવત છે. આ સમય દરમ્યાન સિંધિયા અને હોલ્કર વચ્ચે કોઈ અણબનાવ કે લડાઈ થઈ છે? કારણ કે પેશ્વા, હોલ્કર અને સિંધિયા વચ્ચે આ વર્ષોમાં અણબનાવ હતો. જો એમ હોય તો એમના ઘર્ષણનું પણ આમાં સૂચન જણાય છે. વળી આ સમયમાં ઈ.સ.નો ઉપયોગ સામાન્ય રીતે તત્કાલીન લેખો જોતાં સંભવિત લાગતો નથી; કારણકે આ વખતે વિક્રમ સંવત અને શક સંવતની નોંધ થતી જોવામાં આવે છે. અને જો આ સ્વીકારવામાં આવે તો ઈ.સ. નો ઉપયોગવાળો આ લેખ ઐતિહાસિક બયાન આપતો હોવા છતાં સમકાલીન ગણવો યોગ્ય લાગતો નથી. જેથી લુણાવાડાના રૂપા મહેતાની છત્રીના લેખ અંગે વધુ સંશોધન અપેક્ષિત છે.
પાદટીપ :
૧. ફોટોગ્રાફ શ્રી રૂદ્રદત્તસિંહ રાણાના સૌજન્યથી રજુ કરેલ છે. 2. S.N.Sen. Administrative System of Marathas, Maharashtra State, Gazetteers, History,
Part-III, p.220. ૩. કે.કા.શાસ્ત્રી, લુણાવાડા, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (સં.) પરીખ - શાસ્ત્રી, ગ્રંથ - ૭,
મરાઠાકાલ - પૃ. ૨૦૧
મેઘાજીની છત્રી, લુણાવાડા