Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 179
________________ રૂપા મહેતાની છત્રીનો લેખ રવિ હજરનીસ,* શેફાલી નાચણે * પંચમહાલ જિલ્લાનું તાલુકા મથકનું ગામ લુણાવાડા ચારે તરફ વનરાજી અને ડુંગરોના સાન્નિધ્યમાં આવેલું છે. ગામની દક્ષિણે કાળકામાતાનો ડુંગર આવેલો હોઈ, તે પર રૂપા મહેતાની છત્રી નામથી ઓળખાતું નાનકડું સ્મારક આવેલું છે. સ્થાનિકે એ “મેઘાજીની છત્રી” નામે પણ ઓળખવામાં આવે છે. સ્મારક પર ચોડેલી શ્વેત આરસની તકતીને લીધે સમાધિ પ્રકારનું મૃત્યુ-સ્મારક હોવાનું જણાય છે. છત્રી આઠ મિશ્રઘાટના સ્તંભો યુક્ત હોઈ, ઉપર ઘૂમટ-કળશ શોભે છે. ઘૂમટની નીચે (Base) અષ્ટકોણ છે. નીચે પાટડા કાઢેલા છે, જે બહાર નીકળતા છાદ્ય બનાવે છે. સમગ્ર સ્મારક રેતિયા પત્થરનું છે, જે કાળના સપાટા સામે ઝીંક ઝીલતું ખંડિત હાલતમાં છે. તકતી પર ગુજરાતી લિપિ અને ભાષામાં કુલ બાર લીટીવાળો લેખ કોતરેલો છે. પ્રત્યેક લીટીમાં ચારથી પાંચ અક્ષરો છે. જયારે કે છેલ્લી પંક્તિમાં ત્રણ અક્ષરો છે. આ લેખ ઇતિહાસને ઉપયોગી છે. અદ્યાપિ અપ્રકાશિત આ લેખની વિગતો અહીં પ્રથમવાર રજૂ કરી છે. ઈ. સ. ૧૮૧૭ માં ચાંપાનેર ના ૫ વાર બા પુરૂ ઇ નાથે લુણાવા ડાઉ પર ચઢાઈ કરેલી તે પ્ર સંગ સ્વસ્થાનના બચાવમાં ટે લઢતા સરદાર મેઘરાજ ખપી ગયા તેમને અહિં અગ્નિ સંસ્કાર કરી તેમના સ્મારક તરીકે આ છત્રી બંધાવવામાં આ વી છે. એ જ લડાઈમાં ખપી જના ૨ રૂપા વૃજદાસ નામના મહં તા ને પણ આ સ્થળેજ અગ્નિ સંસ્કાર થયો હતો.86 * પૂર્વ સહાયક પુરાતત્ત્વ નિયામક, ગુજરાત રાજય, અમદાવાદ + જી.એન.એફ.સી.ટાઉનશીપ, સ્ટ્રીટ નંબર-૧૯/૭, પી.ઓ.નર્મદાનગર, ભરૂચ.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242