________________
રૂપા મહેતાની છત્રીનો લેખ
રવિ હજરનીસ,* શેફાલી નાચણે *
પંચમહાલ જિલ્લાનું તાલુકા મથકનું ગામ લુણાવાડા ચારે તરફ વનરાજી અને ડુંગરોના સાન્નિધ્યમાં આવેલું છે. ગામની દક્ષિણે કાળકામાતાનો ડુંગર આવેલો હોઈ, તે પર રૂપા મહેતાની છત્રી નામથી ઓળખાતું નાનકડું સ્મારક આવેલું છે. સ્થાનિકે એ “મેઘાજીની છત્રી” નામે પણ ઓળખવામાં આવે છે. સ્મારક પર ચોડેલી શ્વેત આરસની તકતીને લીધે સમાધિ પ્રકારનું મૃત્યુ-સ્મારક હોવાનું જણાય છે. છત્રી આઠ મિશ્રઘાટના સ્તંભો યુક્ત હોઈ, ઉપર ઘૂમટ-કળશ શોભે છે. ઘૂમટની નીચે (Base) અષ્ટકોણ છે. નીચે પાટડા કાઢેલા છે, જે બહાર નીકળતા છાદ્ય બનાવે છે. સમગ્ર સ્મારક રેતિયા પત્થરનું છે, જે કાળના સપાટા સામે ઝીંક ઝીલતું ખંડિત હાલતમાં છે. તકતી પર ગુજરાતી લિપિ અને ભાષામાં કુલ બાર લીટીવાળો લેખ કોતરેલો છે. પ્રત્યેક લીટીમાં ચારથી પાંચ અક્ષરો છે. જયારે કે છેલ્લી પંક્તિમાં ત્રણ અક્ષરો છે.
આ લેખ ઇતિહાસને ઉપયોગી છે. અદ્યાપિ અપ્રકાશિત આ લેખની વિગતો અહીં પ્રથમવાર રજૂ કરી છે.
ઈ. સ. ૧૮૧૭ માં ચાંપાનેર ના ૫ વાર બા પુરૂ ઇ નાથે લુણાવા ડાઉ પર ચઢાઈ કરેલી તે પ્ર સંગ સ્વસ્થાનના બચાવમાં ટે લઢતા સરદાર મેઘરાજ ખપી ગયા તેમને અહિં અગ્નિ સંસ્કાર કરી તેમના સ્મારક તરીકે આ છત્રી બંધાવવામાં આ વી છે. એ જ લડાઈમાં ખપી જના ૨ રૂપા વૃજદાસ નામના મહં તા ને પણ આ સ્થળેજ અગ્નિ
સંસ્કાર થયો હતો.86 * પૂર્વ સહાયક પુરાતત્ત્વ નિયામક, ગુજરાત રાજય, અમદાવાદ + જી.એન.એફ.સી.ટાઉનશીપ, સ્ટ્રીટ નંબર-૧૯/૭, પી.ઓ.નર્મદાનગર, ભરૂચ.