________________
Vol-1, XXIX
જૂનાગઢના ત્રણ શૈલલેખ
147 પર જ બંધાયું હોવા સંભવ છે. ભાગવત (વૈષ્ણવ) સંપ્રદાયનું એ મંદિર ગુજરાતમાં બંધાયેલું એ સંપ્રદાયનું પ્રાચીન મંદિર ગણાય. મગધના ગુપ્ત વંશના રાજાઓ પરમ ભાગવત હતા.
આ બંને અભિલેખ, ક્ષત્રપ કાલનો અને ગુપ્ત કાલનો જૂનાગઢ શૈલ-અભિલેખ' તરીકે સંપાદિત અને પ્રકાશિત થયા છે.
આમ જૂનાગઢ-ગિરનાર માર્ગ પર દામોદર કુંડ પાસે આવેલો આ શૈલ ખડક) એના પરના જુદા જુદા કાલના ત્રણ અભિલેખોને લઈને ભારતનાં પ્રાચીન સ્મારકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.