________________
Vol-1, XXIX
કલ્પસૂત્રનાં ચિત્રો
163
૨. સ્થવિરાવલી - ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેમના શિષ્ય પરિવારના વિરોની દેવર્ધિગણિક્ષમાશ્રમણ સુધીની પટ્ટાવલી - આમાં પણ જે જે નામ આવે છે તેમના જીવનચરિત્રના વર્ણનરૂપ ચિત્રો હોય છે.
૩. સામાચારી - વર્ષાવાસમાં શ્રમણ-શ્રમણીઓને પાળવાના વિશિષ્ટ આચારો. આમાં પણ સ્પષ્ટતા માટે ચિત્રો હોય છે.
કલ્પસૂત્રના કેટલાક ચિત્ર પ્રસંગો :(૧) મહાવીર પ્રતિમા :
કલ્પસૂત્રના પ્રારંભમાં ભગવાન મહાવીરની પ્રતિમાને અંગરચના કરી હોય તેવું ચિત્ર છે. સામાન્ય રીતે જિનેશ્વરોના પાંચ કલ્યાણકોનાં ચિત્રો કરવામાં આવે છે તેમાં આ ચિત્ર ચ્યવન કલ્યાણકનું ગણાય છે.
મધ્યમાં ભગવાન મહાવીર પદ્માસને બિરાજમાન છે. દેવ મસ્તકે મુકુટ, ભાલમાં તિલક, કર્ણ કુંડલ, બાજુબંધ, વીરવલય તથા કંઠે કંઠો અને હાર શોભી રહ્યા છે. એમના બે કરમાં શ્રીફળ ધારણ કરેલાં છે. આસનસ્થ સિંહાસન ઉપર મધ્યે સિંહ-લાંછન તથા બેય બાજુ પક્ષીઓનાં સુશોભન છે.
સિંહાસનના નીચેના ભાગે યક્ષ અને ડાબી તરફ યક્ષની આકૃતિ કાઢેલી છે. વચ્ચેના ભાગે આજુબાજુ બે ચામરધર છે જ્યારે ઉપર પુષ્પસહિત બે દેવો બેઠા સ્વરૂપે દેખાય છે. એ ઉપરના ભાગે દેવ-છત્ર છે જેની નીચે રક્ત-અશોકની બે ડાળીઓ ચિત્રિત છે છેક ટોચના ભાગે બેય બાજુ ગજરાજ દેવપર અભિષેક કરે છે. (ચિત્ર ૧) (૨) ગૌતમસ્વામી તથા અષ્ટમંગલ :
માંગલિક માટે આ ચિત્ર છે. મધ્યમાં દેવકુલિકામાં અર્ધપદ્માસને ગૌતમસ્વામી બેઠાં સ્વરૂપે છે. જમણા હાથમાં નવકારવાળી છે. ડાબા કરમાં કોઈ જ વસ્તુ ધારણ કરેલી નથી છતાં આજ ભૂજાની કાંધમાં રજોહરણ છે. જ્યારે જમણા સ્કંધ પર મુહપત્તિ દેખાય છે. ગૌતમસ્વામી તથા સાધુઓનાં વસ્ત્રો શ્વેત ટીપકીવાળી ભાતથી ચિત્રિત છે. બન્ને તરફ મુનિરાજો વંદન કરતા ઊભા સ્વરૂપે બતાવ્યા છે. દેવકુલિકાની ઉપર બે બાજુ મોરનું આલેખન સુરેખ રીતે કરેલ છે.
ઉપર ચાર તથા નીચે ચાર કુલ આઠ અષ્ટમંગલનાં ચિત્રો દોરેલાં છે. ઉપરની બાજુએ દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, કળશ નીચેની બાજુએ મત્સ્ય યુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત કાઢેલા છે. (૩) દેવાનંદા સ્વપ્નદર્શન -
દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ભગવાન મહાવીર ઉત્પન્ન થયા તે રાત્રે એમણે ચૌદ સ્વપ્ન જોયાં. દેવાનંદા અર્ધજાગ્રત અવસ્થામાં પોઢેલા છે. અર્ધનિદ્રિત અવસ્થામાં તેમણે જમણો પાદ ઢીંચણમાંથી વાળીને ઉભડક રાખ્યો છે જયારે ડાબો પગ સુરેખ રીતે સીધો બતાવેલો છે. અને ખૂબ આકર્ષક રીતે