________________
Vol-1, XXIX
સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીત કલાનાં તત્ત્વ
157
૮. સુકુમાર - લલિત, કોમલ - લયયુક્ત હોવું.
આ ઉપરાંત સ્થાનાંગસૂત્રમાં વર્ણિત અન્ય ગુણોની પ્રાપ્તિ પણ થાય છે. ૧. ઉરોવિશુદ્ધ - જે સ્વર ઉર-સ્થાનમાંથી વિશાળ થાય છે. ૨. કર્ણવિશુદ્ધ - જે સ્વર કચ્છમાં તરડાતો નથી, ફાટતો નથી. ૩. શિરોવિશુદ્ધ - જે સ્વર મસ્તકથી ઉત્પન્ન થવા છતાં પણ નાસિકાથી મિશ્રિત થતો નથી. ૪. મૃદુ - જે રાગ કોમળ સ્વરથી ગાવામાં આવે છે. ૫. રિભિત બહુ આલાપના કારણે ખેલ - સદેશ કરતો સ્વર. ૬. પદ બદ્ધ - ગેય પદોથી નિબદ્ધ રચના. ૭. સમતાલ પદોક્ષેપ - જેમાં તાલ, અંક આદિનો શબ્દ અને નર્તકનો પાદનિક્ષેપ એ બધું સરખું
હોય, અર્થાત્ એક બીજાને મળતું હોય. ૮. સપ્તસ્વરસીભર - જેમાં સાત સ્વરો તંત્રી આદિની સમાન હોય. ગેય પદોના આઠ ગુણ ૧. નિર્દોષ - બત્રીસ દોષ રહિત હોવું. ૨. સારવન્ત - સારભૂત અર્થથી યુક્ત હોવું. ૩. હેતુયુક્ત – અર્થ સાધક હેતુથી સંયુક્ત હોવું. ૪. અલંકૃત - કાવ્યગત અલંકારોથી યુક્ત હોવું. ૫. ઉપનીત - ઉપસંહારથી યુક્ત હોવું. ૬. સોપચાર - કોમલ, અવિરુદ્ધ-અને અલજ્જનીય અર્થનું પ્રતિપાદન કરવું, અથવા વ્યંગ કે
હાસ્યથી સંયુક્ત હોવું. ૭. મિત – અલ્પપદ અને અલ્પ અક્ષરવાળું હોવું. ૮. મધુર – શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પ્રિય હોવું.
ટૂંકમાં જેમાં સ્વર-રચનાના માટે આવશ્યક શબ્દોની રચના કરવામાં આવે છે તેને ગીત કહેવાય છે.
સ્થાનાંગમાં ગીતની ભણિતિય-ભાષા બે પ્રકારની કહેવામાં આવી છે – ૧. સંસ્કૃત અને ૨. પ્રાકૃત. આ બંન્ને પ્રશસ્ત અને ઋષિભાષિત છે. જે સ્વરમંડળમાં ગાવામાં આવે છે. ૨૪
સંગીતમાં રાગોનું વિશેષ મહત્ત્વ છે. આ રાગોનું અસ્તિત્ત્વ સ્વરો પર આધારિત છે. આ સ્વરોનો પણ વિશેષ અર્થ હોય છે. જેનાથી અલગ-અલગ ભાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ રાગનો