________________
158
શોભના આર. શાહ
SAMBODHI-PURĀTATTVA
સ્વર તે સમયના ભાવાત્મક વાતાવરણને પ્રદર્શિત કરે છે. માનવનો સ્વભાવ, મન અને વિચારોનો સંગીત સાથે ગાઢ સંબંધ છે. સ્ત્રી સ્વભાવની સાથે સંગીતનું સૂક્ષ્મ વિવેચન સ્થાનાંગમાં પ્રાપ્ત થાય છે. “શ્યામા સ્ત્રી મધુર ગીત ગાય છે. કાળી સ્ત્રી પર (પુરુષ) અને રુક્ષ ગાય છે, કેશી સ્ત્રી ચતુર ગીત ગાય છે. કાણી સ્ત્રી વિલમ્બ ગીત ગાય છે, અને પિંગલા સ્ત્રી વિસ્વર ગીત ગાય છે. ૨૫
આ સાથે સ્થાનાંગમાં ચાર પ્રકારના ગેયોનો નામોલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. ૧. ઉત્સિતક, ૨. પત્રક, ૩. મંદ્રક, ૪. રોવિન્દક. આમાંથી રોવિન્દક અને મંદ્રકનો ભરત નાટ્યોક્ત રોવિન્દક અને મંદ્રક નામ સાથે સામ્ય ધરાવે છે.
આચાર્ય પૂજયપાદે તત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં ૨૪ મા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રાયોગિક શબ્દનું વિવેચન કર્યું છે.
प्रायोगिकश्चतुर्धाः तत वितत घन सौषिर भेदात् ।
तत्र चर्मतनन निमित्तः पुष्कर भेरी दर्दुरादिप्रभवस्ततः ॥ અર્થાતુ જે શબ્દ પુરુષના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તેને પ્રાયોગિક કહેવામાં આવે છે. પ્રાયોગિકના ચાર ભેદ છે. ૧. તત, ૨. વિતત, ૩. ઘન, ૪. સૌષિર.
સ્થાનાંગમાં પણ ચાર પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
૧. તત - વીણા આદિ, ૨. વિતત - ઢોલ આદિ, ૩. ઘન-કાંસ્ય તાલ આદિ, ૪. શુષિર વાંસળી આદિ. ૧. તત - આનો અર્થ છે - તંત્રીયુક્ત વાદ્ય, તત વાદ્યોની શ્રેણીમાં તારનાં તે સાધનો આવે છે, જેને
મિજાય કે અન્ય કોઈ વસ્તુનો ટંકાર આપીને વગાડવામાં આવે છે. જેમ કે - “વીણા', ‘સિતાર’, ‘સરોદ', ‘તાનપૂરા', એક તારો આદિ. આચાર ચૂલા તથા નિશીથમાં પણ આ
પ્રકારનાં તત વાઘોનો ઉલ્લેખ મળે છે. ૨. વિતત - ચામડાથી મઢેલા તાલ - વાદ્યોને વિતત કહેવામાં આવે છે. આમાં મૃદંગ, તબલાં,
ઢોલક, ખંજરી, નગારું, ડમરું, ઢોલ આદિ મુખ્ય છે. આ વાદ્યોનો ઉપયોગ ધાર્મિક સમારંભો
તથા યુદ્ધોમાં પણ થાય છે. ૩. ઘન - કાંસ્ય આદિ ધાતુઓથી નિર્મિત વાદ્ય, જે વાદ્યોમાં ચોટ કે આઘાતથી સ્વર ઉત્પન્ન થાય છે.
જેમ કે જલતરંગ, મંજીરા, ઝાંઝ, કરતાલ, ઘંટાતરંગ, પિયાનો આદિ અનેક પ્રકારનાં છે. ૪. શુષિર - ફૂંક કે હવાથી વગાડવામાં આવતું વાઘ, જેમ કે- બંસરી, હારમોનિયમ, ક્લેરોનેટ,
શહનાઈ, વીણા, શંખ ઇત્યાદિ ૨૭ જેનામાં પ્રાણશક્તિ ઓછી હોય તે શુષિર વાદ્યોને વગાડવામાં સફળ થઈ શકતા નથી. જૈન આગમ સાહિત્યમાં વિવિધ સૂત્રોમાં સ્થાન સ્થાન પર અનેક વાઘોનો ઉલ્લેખ મળે છે.