________________
140
નિરંજના શ્વેતકેતુ વોરા
SAMBODHI-PURĀTATTVA ચિત્તવાળા કલાકારની કલા નિઃશંક સિદ્ધિને વરે છે.
આજે સર્વ પ્રવૃતિઓ જીવનલક્ષી, જીવનને માટે જ હોવી જોઈએ તેવી માન્યતા પ્રવર્તે છે. ખરું જોતાં આ વાત જીવનના બાહ્ય સ્વરૂપની છે. એ બાહ્ય સ્વરૂપની પાછળ એની ભીતરમાં જે અસલી વસ્તુ રહેલી છે તેને વ્યક્ત કરવી અને શાશ્વત આનંદની અનુભૂતિ કરાવવી તે કલાનું કાર્ય છે.
ભારતવર્ષમાં ધર્મ અને કવિતાનું પ્રાગટ્ય એક સાથે જ થયેલું જોવા મળે છે. વૈદિક ઋચાઓ નિર્દેશ છે કે ધર્મનો વિષય કવિતાને નીરસ કે શુષ્ક નથી બનાવતો, તેવી જ રીતે કવિતાનું ઋજુત્વ સૃષ્ટિનાં સનાતન રહસ્યોને સહજતાથી અભિવ્યક્ત કરવા સમર્થ બની શકે છે. એટલું જ નહિ, આજે આપણે જેને મહાન કવિતા તરીકે સ્વીકારીએ છીએ, તે કવિતાનું પ્રેરક-બળ ધર્મ જ હતું. વ્યાસ, વાલ્મીકિ, હોમર, સોફોલિક્સ વગેરેએ સદીઓ પૂર્વે જે કવિતા આપી છે તેના કરતાં બહુ ઉચ્ચ કક્ષાની કવિતા આપણે મેળવી શક્યા નથી. આ કવિતાકલામાં જ મંત્રકલાનું પ્રાગટ્ય પણ જોઈ શકાય છે. પ્રાચીનકાળમાં આ જ કારણથી કવિને ઋષિ કે ક્રાન્તદ્રષ્ટા તરીકે ઓળખવામાં આવતો. ‘ઋષિ દર્શનાતું” - ક્રાન્તદર્શન કરે તે ઋષિ. આ મંત્રકલા અંતરાત્માને થતા સત્યના દર્શનને પ્રગટ કરે છે અને પરમાત્મ તત્ત્વ સાથે અનુસંધાન સાધી આપે છે.
કલાની સાધના યોગની સાધનાથી ભિન્ન નહિ જણાય. પરંતુ મોટે ભાગે તો કલાસર્જકને થતી એ લાગણી અસ્પષ્ટ હોય છે. તેને એ વિષયનું જ્ઞાન હોતું નથી. પણ એવા જ્ઞાનવાળા પણ કેટલાક કલાકારો હોય છે. તેઓ જ્ઞાનપૂર્વક પોતાની કલાનું સર્જન કરતા હતા. પોતાના સર્જનમાં તેઓ પોતાના વ્યક્તિત્વને જ સૌથી અગત્યના તત્ત્વ તરીકે રજૂ નહોતા કરતા. તેઓ પોતાની કલાને ભગવાનને અર્પણ કરવાનો અર્થ તરીકે ગણતા. કલા દ્વારા તેઓ ભગવાન સાથેનો પોતાનો સંબંધ પ્રકટ કરવા પ્રયત્ન કરતા.
યુરોપના મધ્યયુગમાં કલાનો આ જ ઉદ્દેશ છે એમ સ્વીકારાયું હતું. જેમને આપણે પ્રાથમિક યુગનાં ગણીએ છીએ તે ચિત્રોના ચિત્રકારો, તથા મધ્યયુગના ખ્રિસ્તી દેવળોના સ્થપતિઓ પણ કલાનો આ જ ઉદ્દેશ જાણતા હતા. ભારતની શિલ્પકલા, મૂર્તિવિધાન, ચિત્રકલા એ જ મૂળમાંથી ઉદ્દભવેલાં છે, અને એ આદર્શમાંથી પ્રેરણા પામેલાં છે. મીરાંબાઈનાં ભજનો તથા ત્યાગરાજનું સંગીત, અનેક ભક્તો, સંતો અને ઋષિઓએ સર્જેલું મહાન કાવ્યસાહિત્ય, એ બધાની જગતની મહાનમાં મહાન કલા-સંપત્તિમાં ગણના થાય છે.
મહાભારત અને રામાયણ શેક્સપિયરની કે બીજા કોઈ પણ કવિની કૃતિઓ કરતાં કોઈ પણ રીતે ઊતરતાં નથી અને એ મહાકાવ્યો જેમણે યોગની સાધના કરી હતી એવા ઋષિઓની કૃતિઓ ગણાય છે. જગતની મહાનમાં મહાન સાહિત્યકૃતિઓમાં તથા આધ્યાત્મિક ગ્રંથોમાં ગણના પામેલી ગીતા પણ, ઉપનિષદોની પેઠે, કોઈ યોગના અનુભવ વિનાના માણસે લખેલી નથી ! હિંદમાં કે ઈરાનમાં, કે અન્ય દેશોમાં સંતો સૂફીઓ અને ભક્તો તરીકે પંકાયેલા માણસોએ જે કાવ્યો