________________
138
નિરંજના શ્વેતકેતુ વોરા
SAMBODHI-PURĀTATTVA
કલા અને વિજ્ઞાનનો સમાવેશ કરે છે. બૌદ્ધધર્મમાં કેટલાક ગ્રંથો પ્રતિમાવિજ્ઞાન(Iconography)ની ચર્ચા કરે છે. સાધનમાલામાં બૌદ્ધ શિલ્પવિધાનની માહિતી અપાઈ છે. જ્યારે વાસ્તુસાર, આચાર દિનકર, નિર્વાણકલિકા અને પ્રતિષ્ઠા સારોદ્ધારમાંથી જૈન પ્રતિમા વિધાનની વિગતો પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં અંતે જણાવવાનું કે વૈદિક-સાહિત્યમાં શિલ્પ' શબ્દ ઘાટ, સ્વર અને ગતિ બતાવતી કલાઓ માટે પ્રયોજાયો છે. આપણે આગળ જોઈ ગયા કે કલા પાછળનું પ્રેરક-બળ પ્રાગૈતિહાસિકકાળથી લઈ આજ સુધી “ધર્મ' રહ્યો છે. ધર્મ અંતર્ગત કલા એના વિવિધ અર્થે પ્રભુ પાસે પહોંચવાનું સોપાન છે. પ્રતિમાની વ્યુત્પત્તિ શબ્દકલ્પદ્રુમકાર આપે છે તદ્અનુસાર “પ્રભુના સગુણ સ્વરૂપ કે રૂપોને કલામાં પ્રતીકો દ્વારા મૂર્ત કરવામાં આવે છે.” ધર્મના આનુષંગે વિવિધ કલાઓનો વિકાસ :
મનુષ્યનું ચિત્ત બે પ્રકારનું હોય છે : બોધપ્રધાન અને ભાવપ્રધાન. બોધ વસ્તુ પર પ્રકાશ પાડે છે, ત્યારે ભાવ તેમાં રસવૃતિ પ્રગટ કરે છે. બોધ આપણા ચૈતન્યને જાગૃત કરે છે જયારે ભાવ આપણા આનંદોલ્લાસની વૃતિને સચેત બનાવે છે. કલાવિજ્ઞાનનું અધિકારી ચિત્ત ભાવપ્રધાન વર્ગમાં પડે છે. પરમેશ્વરપદના વૈભવનું ઉમિલન એટલે પ્રકાશ કરવામાં શબ્દબ્રહ્મરૂપ સાધન લેવામાં આવે છે ત્યારે સંગીતકલા અને કાવ્યકલાનો ઉદય થાય છે. જ્યારે તે વૈભવના પ્રકાશ સારુ રૂપબ્રહ્મનો આશ્રય લેવામાં આવે ત્યારે ચિત્રકલા અને સ્થાપત્યકલા વગેરેનો આવિર્ભાવ થાય છે. જયારે પ્રત્યય અથવા જ્ઞાનબ્રહ્મનો આશ્રય લેવામાં આવે છે ત્યારે અસાધારણ સામર્થ્યવાળી, મનન વડે ત્રાણ કરનારી મંત્રકલા પ્રગટ થાય છે.
શબ્દજન્ય કલાઓ અમૂર્ત વર્ગની છે. તેમાં કેવળ ધ્વનિ અથવા નાદરૂપ શબ્દ વડે સંવાદ ઉત્પન્ન કરનારી કલા સંગીતકલા છે અને વાચક શબ્દ વડે રસ ઉત્પન્ન કરનારી કલા તે કાવ્યકલા છે.
જ્ઞાનજન્ય કલા એટલે બાધ્ય ક્રિયાથી ઉત્પન્ન થનારી મંત્રકલા મૂર્તામૂર્ત વર્ગની છે. તે પ્રસંગે શબ્દનો આશ્રય લે છે, પ્રસંગે રૂપનો પણ આશ્રય લે છે.
ભારતમાં સંગીતકલાનો ઉદેશ નાદબ્રહ્મની ઉપાસના ગણાય છે. નાદ વડે બ્રહ્મને, અનંતને પ્રાપ્ત કરવાનો અને સંગીતમાં તેને વ્યક્ત કરવાનો ઉદ્દેશ રહેલો છે. આપણા મહાન સંગીતકારો બધાય ભક્તો હતા. જીવનની મર્યાદાઓ વટાવી જઈને શાંત માનવને અનંત તત્ત્વ સાથે સંવાદી બનાવવો એ સંગીતની ચરમ પ્રાપ્તિ છે. એ સિદ્ધ કરીને કલા તરીકે સંગીત, માનવની ઉન્નતિમાં અમૂલ્ય ફાળો આપે છે.
આપણી હિન્દી નૃત્યકલા અને ચીન, જાપાન, મિસર, યુનાન તથા આફ્રિકા-અમેરિકાના મૂળ વતનીઓનું નૃત્ય પ્રથમ ધર્મભાવનામાંથી જે પ્રગટ્યું છે. સામવેદ એ સંગીતશાસ્ત્રનો જ ગ્રંથ છે. શાસ્ત્ર પ્રમાણે જોતાં મહામુનિ નારદ પરલોકમાંથી નૃત્યકળાને આ લોકમાં પ્રથમ લાવ્યા. શ્રીકૃષ્ણ કાળીનાગની ફણા ઉપર નૃત્ય કર્યું હતું, તથા ગોપીઓ સંગે રાસલીલા રચી હતી. મહાદેવ પોતાની