________________
Vol-1, XXIX
ધર્મ અને કલા
143
આ પ્રમાણે અતિ પ્રાચીનકાળથી, અદ્યાપિ પર્યત, સમયના વિવિધ પટ પર અંકિત થયેલી કલાને-કૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું તો જણાશે કે જે કલાકૃતિનું સર્જન ધર્મની પશ્વાદુ ભૂમિકા પર થયેલું છે, તે નિઃશંક ઉત્કૃષ્ટ કૃતિ સિદ્ધ થઈ છે, સ્થળ-કાળની મર્યાદાઓ તેને સ્પર્શી નથી. તે સદા-સર્વત્ર પ્રશસ્તિને પાત્ર બની છે.
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિનું અવલોકન કરીશું તો જણાશે કે જ્યારે કલાકારની ચેતનામાં જે રસવૃતિનાં, પ્રાણનાં તથા બુદ્ધિનાં તત્ત્વો હોય છે તે બધાં આધ્યાત્મિક તત્ત્વમાં લીન થઈ ગયેલાં અનુભવાય છે ત્યારે આકાર પામેલી તેની કૃતિમાં સર્જકતાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સિદ્ધ થયેલું જોઈ શકાય છે.
પાદટીપ : ૧. રવિ હજરનીસ, “ગુજરાતની પ્રાચીન કલામાં પ્રાચ્ય લખાણ”- “સંબોધિ'-વોલ્યુ. XXVII,૨૦૦૫, પૃ.૧૪૮ ૨. રવિ હજરનીસ, “A Note on Matruka and Yogini cult”- “પથિક', નવે-ડિસે. ૨૦૦૦, પૃ.૧૭૦. ૩. રવિ હજરનીસ, “ગુજરાતની શિલ્પસમૃદ્ધિ -લેખકનું નિવેદન, અમદાવાદ, ૧૯૯૯, પૃ.૧૧. ૪. ઐતરેય બ્રાહ્મણ-૬,૫, ૨૭. ૫. કૌશિતિક બ્રાહ્મણ-૨૯,૫. ૬. તૈત્તિરીય બ્રાહ્મણ-૬,૫, ૨૭. ૭. અગ્નિપુરાણ-અ.૪૪ થી ૫૫. ૮. સ્કંધપુરાણ-માહેશ્વરખંડ-અ૪૫, ૪૭, ૪૮. ૯. વિષ્ણુધર્મોત્તરખંડ-૩, ૪.૪૪ થી ૮૫. ૧૦. ગરુડપુરાણ-અ.૪૫. ૧૧. ભવિષ્યપુરાણ-અ. ૧૨-૧૩૧-૧૩૨. ૧૨. મત્સ્યપુરાણ-અ.૨૫૮-૨૬૨-૨૬૩. ૧૩. બૃહદસંહિતા-અ.૫-૭. ૧૪. શુક્રનીતિ-અ-૪, પ્રકરણ-૪. ૧૫. ર.વ.દેસાઈ, “ભારતીય સંસ્કૃતિ-પૃ.૧૬૫. ૧૬. શ્રી માતાજી-પોડિચેરી, ‘કલા અને યોગ’ - ‘દક્ષિણા'-ઓગસ્ટ ૧૯૪૮, પૃ.૩૫થી ૩૭ ને આધારે. ૧૮, અંબાલાલ પુરાણી “પિકાસોની-કળા” “દક્ષિણા'-ઓગસ્ટ, ૧૯૬૪ પૃ.૭૪-૭૫.