________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
123
પતરી પર બનાવેલ ઓજારો અગાઉના ક્વાર્ટઝાઇટ અને ઉપલના અણઘડ રીતે ઘડાયેલા હાથકુહાડી અને ફરસી પછીનાં છે. ત્યારબાદ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને બલેનતટ (ઉત્તરપ્રદેશ)થી મોટી માત્રામાં તે મળી આવ્યાં જેમાંના કેટલાંક અકીક, જાસ્મર, ચર્ટમાંથી બનાવેલાં અને અગાઉ કરતાં પ્રમાણમાં નાનાં હતાં. આ ઓજારો પતરી, શારડી, સમાંતર બાજુવાળા પાનાં, સોયા અને નાના આકારની અશુલીયન હાથકુહાડી વગેરે હતાં. ૧૯૭૨માં આર.વી.જોષીએ વેઇનગંગાના ઘાટી વિસ્તાર તથા ૧૯૬૬ અને ૧૯૭૧માં ઘોષે શીંગભૂમ (બિહાર)ના પ્રાગૈતિહાસિક સંશોધનથી પુરવાર કર્યું કે પતરી પર બનાવેલા ઓજાર હુન્નર સંસ્કૃતિ અગાઉ કરતાં વધુ વિકસિત હતી. આદમગઢ ગુફા ખોદકામમાંથી, દક્ષિણના ઉચ્ચપ્રદેશ, મદ્રાસ (ચેન્નઈ) અને કચ્છ-ગુજરાતમાંથી વિકસિત અશુલીયન હથિયાર મળ્યાં છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ક્વાર્ટઝાઈટનો ઉપયોગ હજુ પણ હાથકુહાડી અને અન્ય ઓજાર માટે થતો હતો. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરાના પી. અજીત પ્રસાદને સંખેડા પાસેના બહાદુરપુર નજીકથી મળેલા અશુલીયન હાથકુહાડી તેમજ પતરી પર બનાવેલા ચપ્પના પાનાં જેવાં ક્વાર્ટઝના ઓજારો મધ્ય અને નિમ્ન આદિયુગના મિશ્ર લક્ષણ બતાવે છે.૧૮ ઓરસંગની શાખા સુખી નદીના ડુંગરાળ વિસ્તારમાંથી આ કાળનાં ઘણાં સ્થળો શોધાયાં છે.૧૯
અન્યાશ્મયુગમાં મળતા નાના નાના પથ્થરનાં ઓજારોને કારણે તે લઘુપાષાણયુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. ભીમબેટકા શૈલાશ્રયો, રેણીગુણા, મધ્ય સોન નદી પ્રદેશ અને બેલનકાંઠાના વિસ્તારના ઉખનનોથી એ સાબિત થયું કે અગાઉની પતરી પ્રધાનતાવાળાં ઓજારોમાંથી જ લઘુપાષાણકાલનાં હથિયારો વિકાસ પામ્યાં છે, જેમાંથી છરી, ભાલા, બાણ અને કાંટાળા ભાલા જેવાં હથિયારોનું નિર્માણ થયું છે. તીક્ષ્ણ પાના જેવા લઘુઅશ્મ ઓજારને એક સાથે સમૂહમાં હાથામાં ભરાવવામાં કે ફીક્સ કરીને દાતરડા જેવા હથિયારના ઉપયોગમાં લેવાતાં હોવાનું અનુમાન છે. કાણા પાડેલા ગોળ સખત પથ્થરનો ઉપયોગ ગદાના શિરોભાગ તરીકે સંભવતઃ થયો હોવાનો સામાન્ય અભિપ્રાય છે. પરન્તુ સાંપાવાડાના એક શૈલચિત્રને આધારે રવિ હજરનીસે તેનો ગોફણિયા પથ્થર તરીકે પણ પાછલા સમયમાં શક્યતઃ ઉપયોગ થયાનું જણાવ્યું છે. ૨૦ લાંઘણજમાં મૃતદેહના શિર પાસે ઉપલ કે વેળુ પાષાણના કટકા મૂકેલા જોવા મળ્યા છે. ખોપડી ઘણુંખરું ભાગેલી કે દબાઈ ગયેલી જોવા મળી છે. વાકણકરને ભીમબેટકના એક શૈલાશ્રયના ઉત્પનનમાં પથ્થરના ટૂકડા જોવા મળ્યા છે. જે સંભવતઃ ચિત્રો દોરવાના ઉપયોગમાં લીધા હોય, લાંઘણજ, લોટેશ્વર (ગુજરાત), બગોર (રાજસ્થાન), મહદા અને સરાઈનાહર રાઈ (ઉત્તરપ્રદેશ), આદમગઢ (મધ્યપ્રદેશ), બિરભાનપુર (બંગાળ) અને સાંગનકલ્લ (કર્ણાટક) વગેરે સ્થળોના ઉખનનથી પશુપાલનના પુરાવાઓ મળ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે, આ કાલના લોકો મુખ્યત્વે પશુપાલક હતા, અને પશુઓના વનસ્પતિજન્ય ઘાસચારા અર્થે ફરતા અને જંગલી પ્રાણીઓનો શિકાર પણ સાથે કરતા રહેતા. વણખેડ્યા ધાન્ય કે બિયાંનો ઉપયોગ પણ કરતા એમ વાટવાના પથ્થરને આધારે કહી શકાય. કલાના પ્રથમ સોપાન શૈલચિત્રોથી દેખાય છે. માંસ શેકીને ખાતા હોવાનું મળેલાં હાડકાંઓથી પુરવાર થાય છે. આ યુગના ઉત્તરાર્ધમાં નાના નાના ઠીકરાં જેવા મુત્પાત્રો થોડા-પ્રમાણમાં મળી આવ્યાં છે. પરન્તુ માટીના મોટા કોઠી જેવાં વાસણોનો અભાવ વર્તાય છે. સુશોભનાર્થે ડેન્ટોલિયમ, શંખની વસ્તુઓ, પથ્થરના મણકા વગેરે વપરાશમાં હતાં. એ આ