________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
131
મળ્યા હોય તો પણ આ કાલના મનુષ્યની કલાસૂઝ અને ક્ષમતા બતાવતા કલા અવશેષો ધીરે ધીરે અંતાડ્મયુગિન સ્થળોએથી મળવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.૩૯ હવે હથિયારો ઉપરાન્ત આવા નમૂનાઓ પ્રકાશમાં આવવા પૂરો સંભવ અને અવકાશ છે. જરૂર છે, વધુને વધુ સર્વેક્ષણની. દષ્ટાંતરૂપે એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડાના પુરાવસ્તુવિદ્યા વિભાગના પૂર્વ વડા પ્રો. વિશ્વાસ સોનવણેને ચંદ્રાવતીમાંથી પ્રસ્તરના ગર્ભ (Core) પર કોતરણીવાળી ભાત મળી છે. આ ભૌમિતિક ભાત સુવ્યવસ્થિત અને સુરેખ છે. અશ્મસાધનો દ્વારા જ દોરેલી-કોતરેલી કૃતિ રેખા અને રૂપ અભિવ્યક્તિ કરવાની માનવ ક્ષમતાની દ્યોતક છે. રવિ હજરનીસ આને આધારે ગુજરાતમાં તક્ષણકલાનો પ્રારંભ અન્યાશ્મકાલથી થયો હોવાનું માને છે.૪૧
ગુજરાત રાજય પુરાતત્ત્વખાતાના રવિ હજરનીસ અને એમની શોધટુકડીના બી.એસ. મકવાણા, એમ.ડી. વર્મા અને ઓ.પી. અજવાળિયા (ફોટોગ્રાફર) વગેરે સભ્યોને ગુજરાતમાં શૈલાશ્રય ચિત્રોના સગડ સાંબરકાંઠા જિલ્લાના સાંપાવાડા, લાલોડા, રૂઠી રાણીનો મહેલ, ઈડર તથા ગંભીરપુરા મુકામે મળ્યા. ગંભીરપુરાના બૌદ્ધતૂપ ચિત્રો એ શૈલાશ્રયમાં ચિત્રિત બૌદ્ધસૂચિત્રો ભારતભરમાં પ્રથમવાર મળેલાં છે, જેનું ઐતિહાસિક મહત્ત્વ છે. અહીંના અંતાશ્મકાલિન શૈલાશ્રયોમાંથી લઘુઅશ્મ ઓજારો પણ પ્રાપ્ત થયેલાં છે. કુલ ૧૩ જેટલા શૈલાશ્રયોમાં ૭૧ ચિત્રો શોધાયાં છે, જે અન્યાશ્મકાલથી ઐતિહાસિક કાલના છે. તેમાં જળપક્ષી, શ્વાન, મયૂર, ગજસ્વાર, સૂર્ય, ચંદ્ર, પ્રતિકો, આયુધ, વાજીંત્ર કે નાવ, હાથના પંજા અને ફૂલપાનવેલ, ગદાનો શિરોભાગ કે ગોફણિયા પથ્થર, વૃષ અને સૂર્ય, શંખલિપી, બાયસન, મહિષમસ્તક અને બ્રાહ્મી અક્ષરો વગેરે છે.
| લાલોડાની નાના મનુષ્ય કે બાળકની આઠ પંજાની છાપો ઝાંખા લાલ રંગની છે. આવી કાપો, ફ્રાન્સના પેચમેલેં અને ગાર્ગાસનની ગુફાઓમાંથી મળેલી છે. લાલોડાની છાપો રંગમાં હાથ નાખી સીધી છાપ ઉપસાવેલી (Red washed) છે. ફ્રાન્સની છાપો ઉત્તર પ્રાચીનાશ્મયુગના સમયની છે. હાલમાં પણ આદિવાસી લોકોમાં આ પ્રથા જોવા મળે છે. અહીંના મહિષ-શીર્ષને ફ્રાન્સના દોરદાગ્નેના મોન્ટીગો પાસેની લાશ્કોશ ગુફામાં ચિત્રિત પ્રાણીઓના મસ્તક સાથે સરખાવી શકાય છે. સાંપાવાડાના જંગલી વૃષભના એક ચિત્રમાં ડાબા શિંગડા પર સૂર્યનો વૃત્તાકાર કાઢેલો છે, જે વૃષભના બે શૃંગ વચ્ચે વૃત્તાકાર સૂર્યના પ્રાગ-ઐતિહાસિક આફ્રિકન શૈલચિત્રકલાની યાદ આપે છે. સાંપાવાડાનું ચિત્ર સંપૂર્ણ ગેરૂ રંગ ભરેલું બોર્ડર રેખા વગરનું છે. (The artstyle is red washed without apparent outline) (જુઓ ચિત્ર) મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરાના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા તરસંગથી શૈલચિત્રો શોધાયાં હતાં, જેમાં ચક્ર ત્રિરત્ન, સ્વસ્તિક, ત્રિશૂલ, દીવો, શંખલિપિ, સૂર્ય-ચન્દ્ર, સૂરજમુખી સરખું ફૂલ અને ગાય-વાછરડું વગેરે ચિત્રો છે. વલભીપુર પાસે ચમારડી અને વડોદરા જિલ્લાના તેજગઢ પાસેથી પણ શૈલચિત્રો મળ્યા છે. આમ માનવ જીવનની સંઘર્ષ અને વિટંબણાઓ વચ્ચે પણ અન્યાશ્મયુગમાં પ્રગતિકૂચ ચાલુ રહી હતી.
નવાગ્યયુગમાં ઓજારો બનાવવા કે ઘડવાની રીતમાં ફેરફાર જોવા મળે છે. હવે પતરી કે ગાભ પરથી હથિયાર કાઢીને ઘસવામાં આવતું. ધારવાળો ભાગ ચકચકિત લીસો અને કોઈકવાર આખુંયે