________________
( ૮ ) આ હેતુથી આ ગ્રંથની પેજના કરવામાં આવી છે. સમાધિમરણની સાધનામાં સહાયક થાય એવા મહાપુરુષના અમૃતતુલ્ય અમૂલ્ય સદુધમાંથી અલ્પમાત્ર આ ગ્રંથમાં સંક્ષેપથી સંકલિત કરવામાં આવ્યો છે. સમાધિ મરણ માટે ભગવતી આરાધના” જેવા અમૂલ્ય મહાન ગ્રંથે તેમ જ બાર ભાવના માટે સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, જ્ઞાનાર્ણવ, આદિ અનેક સ્થળે વિસ્તૃત ઉપદેશ વિસ્તારરુચિ જીને માટે વિદ્યમાન હોવા છતાં, આવા કાળમાં ટૂંકામાં જીવને સમાધિ સાધવામાં ઉપયોગી થાય એવા હેતુથી આ લઘુગ્રંથનું પ્રયોજન છે.
આ ગ્રંથમાં શરૂઆતમાં સમાધિભાવમાં ચિત્ત પ્રવેશ પામે તે માટે પ્રાસ્તાવિક મંગળ આપવામાં આવ્યું છે.
પછી પ્રથમ ખંડમાં સમાધિમરણની જિજ્ઞાસા, ભાવના અને તે માટે પુરુષાર્થ જાગે તે મરણ મહોત્સવરૂપ થઈ પડે એવું અહેભાગ્ય પ્રાપ્ત થાય એ માટે પૂર્વાચાર્ય રચિત “મૃત્યુ મહત્સવ” સંક્ષેપ અર્થ વિવેચન સહિત આપવામાં આવ્યો છે.
ત્યાર પછી બીજા ખંડમાં સમાધિ માટે શિક્ષારૂપ ઉત્તમ સદુધ અને જાગૃતિદાયક કેટલાક અમૂલ્ય પત્રરૂપ રત્ન “શ્રીમદ્ રાજચંદ્રમાંથી આપવામાં આવ્યા છે.
ત્રીજા ખંડમાં શ્રીમદ્ લઘુરાજ સ્વામી ઉપદેશામૃતમાંથી, તેમ જ “ધર્મામૃત' માંથી સમાધિ માટે સહાયક એ ઉત્તમ ઉપદેશ આપવામાં આવ્યો છે.
ચેથા ખંડમાં “તત્વામૃતને આસ્વાદ' એ શીર્ષક