Book Title: Sadhuta ni Pagdandi Part 6 Author(s): Manilal Patel Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 6
________________ ક્રાંતદ્રષ્ટાની લોકકેળવણી સંપાદકીય પગદંડીનો આ છઠ્ઠો ભાગ છે. પાંચમો ભાગ સન ૧૯૫૩ના નવેમ્બરની ૨૨મીથી ૧૭મી નવેમ્બર, ૧૯૫૬ સુધીનો ગાળો આવરી લેતો હતો. આ ગ્રંથ તા. ૧૯-૧૧-૧૯૫૬ થી તા. ૨૭-૧૧-૧૯૫૮ એ – ઘાટકોપરના ચાતુર્માસથી પૂરો થાય છે. મુનિશ્રીનું જીવન એક સતત વિચારશીલ એટલે કે વિકાસશીલ ક્રાંતદ્રષ્ટાનું રહ્યું છે. એમના જીવનમાં કઈ ક્રાંતિ તેમણે કરી એમ પૂછે તો આ ગ્રંથ તેના દસ્તાવેજી પુરાવા રૂપ બની અનેક દષ્ટાંતો પૂરાં પાડે છે. ૧૯૩૭માં તેઓ મુંબઈ ચાતુર્માસ પછી પોતાના ગુરુથી છૂટા પડ્યા તે સન ૧૯૫૮ના ૨૫ મેના દિવસે પોતાના જીવનની તપ-ત્યાગની સિદ્ધિ જાણે કે ગુરચરણે સમર્પિત કરે છે. આ રીતે તેઓ ૨૨ વર્ષ સુધી પોતાની પ્રિય નગરીના આત્મીયજનોથી દૂર રહે છે. જમાને જમાને માનવસમાજને રૂંધતાં કારણો કેટલીક વાર ધાર્મિક રૂઢ માન્યતાઓ, કેટલીક વાર સામાજિક રૂઢિઓ હોય છે અને કેટલીક વાર રાજકીય અને આર્થિક બંધનો હોય છે. આ બધાં કારણો માનવજીવનને અટકાવનારાં થઈ પડે છે ત્યારે નવા વિચારને જાગ્રત કરી, તેનો પ્રચાર કરવો તેને સામાન્ય અર્થમાં આપણે ક્રાંતિ કરી એમ કહીએ છીએ. અહીં એવાં બળોનો મુનિશ્રી કેવી રીતે પ્રજાને સમજાવતા રહી, પોતાની સાથે રાખી પ્રગતિ કરતા રહ્યા તે જોવા મળે છે. સૌથી પ્રથમ ધંધુકા તાલુકામાં - પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ સારંગપુર મંદિર - મંદિરે પોતાના ખેડૂતોને - જેઓ વર્ષોથી ખેડતા હતા, તેમને દૂર કર્યા, પાક પાડી નાખ્યો. ખેડૂતોના રોટલાનું સાધન ટળી ગયું. આ વખતે તેઓ ધોળકા ચાતુર્માસ કરી રહ્યા હતા પરંતુ પોતાના ચાતુર્માસ પૂરા થતાં તેઓ વહેલી તકે સારંગપુર પહોંચે છે. ત્યાં ચાલેલ શુદ્ધિપ્રયોગની છાવણીની મુલાકાત લે છે. આ પ્રસંગે સમસ્ત ગામ, સરપંચ અને આસપાસના ખેડૂતો તેમનું ઉમળકાભેર સ્વાગત કરે છે. આ દિવસોમાં કાર્યકર્તાઓ અને શુદ્ધિપ્રયોગમાં બેસનારાઓને ઘણું સહન કરવું પડ્યું હતું. તેમને કહે છે: “તમારું તપ એળે ગયું નથી.’ સમાજને સંબોધતાં જણાવે છે : “સમાજમાં અન્યાય ચાલે છે, કારણ કે સમાજ તેને નિભાવી લે છે. પણ એ જ વખતે વધારે માણસો સંગઠિત થઈ, સહકાર આપે, સામનો કરે તો તેમને જરૂર ન્યાય મળી રહે છે. સારંગપુરનો પ્રશ્ન એ મંદિરનો પ્રશ્ન હોવાથી, મારા મનમાં સાધુતાની પગદંડી : પુસ્તક-છઠુંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250