Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 128
________________ ૧૦૪ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ પ્રતિપાતને પામે છે અને અનર્થની પરંપરાનું કારણ બને છે. તેથી તેઓનો વૈરાગ્ય અપાયનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી સમન્વિત છે. વળી જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો સાધુપણું પાળીને દેવભવમાં જાય છે ત્યારે દેવભવમાં તેમને વૈરાગ્ય નથી; કેમ કે વિરતિધરને જ વૈરાગ્ય હોય છે, તેથી સાધુપણામાં રહેલો તેમનો વૈરાગ્ય પ્રતિપાત શક્તિથી સમન્વિત છે પણ અનર્થની પરંપરાનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી યુક્ત નથી. તેથી સ્યાદ્વાદની શ્રદ્ધાવાળા સાધુને અપાયનું કારણ બને તેવી પ્રતિપાત શક્તિથી યુક્ત વૈરાગ્ય નથી. આથી તેમને દેવભવમાં તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત વર્તે છે, જેના બળથી ઉત્તરભવમાં પૂર્વ કરતાં પણ અધિક વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે સમ્યગ્દષ્ટિ જીવોમાં વૈરાગ્ય હોય છે, તેમ કહેવાય છે; પરંતુ વૈરાગ્ય એટલે વિષયોથી વિરક્તભાવ, અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવો વિષયોથી વિરક્ત નથી, પરંતુ વૈરાગ્યના બીજભૂત ભવની નિર્ગુણતાનું દર્શન છે. તેથી વૈરાગ્યના બીજમાં વૈરાગ્યનો ઉપચાર કરીને સમ્યગ્દષ્ટિ જીવોને વૈરાગ્ય છે, તેમ કહી શકાય. આથી જ અધ્યાત્મસાર અધિકાર-૫ શ્લોક-૧૦-૧૧માં કહ્યું છે કે જો ભવની નિર્ગુણતાના દર્શનને કારણે વૈરાગ્ય થતો હોય તો ચોથા ગુણસ્થાનકે પણ વૈરાગ્ય થવો જોઈએ, અને તેના સમાધાનરૂપે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું કે ચોથા ગુણસ્થાનકે વૈરાગ્યનો એક હેતુ ભવની નિર્ગુણતાનું દર્શન છે, તોપણ વૈરાગ્યનો અન્ય હેતુ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ નથી, તેથી ચારિત્રમોહનીયના ઉદયને કારણે વૈરાગ્યનો અયોગ છે. વળી શ્લોક-૧૨માં કહ્યું કે દશાવિશેષમાં રહેલા ચોથા ગુણસ્થાનકમાં તીર્થકરાદિને સર્વથા વૈરાગ્ય નથી, એમ પણ નથી. તેથી છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા તીર્થકરાદિ જીવોને ચોથા ગુણસ્થાનકે કાંઈક વૈરાગ્ય છે, તેમ ફલિત થાય છે. ૨૩ અવતરણિકા : શ્લોક-૨૧ના પૂર્વાર્ધમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવ્યા. ત્યારપછી શ્લોક૨૧ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૨૨માં દુઃખાત્વિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શ્લોક-૨૩માં મોહાવિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત જ્ઞાનાન્વિત વૈરાગ્યનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154