Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 146
________________ ૧૨૨ સાધુસમસ્યદ્વાભિંશિકા/શ્લોક-૨૯ ગુણવાનના બહુમાનર પ. છે તેનાથી પ્રવચનની ઉન્નતિ. - તેનાથી અન્ય જીવોને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ. છે તેનાથી સ્વને તીર્થકરત્વાદિસ્વરૂપ પ્રકૃષ્ટ ઉન્નતિ. પ્રસ્તુત શ્લોકની ટીકામાં અષ્ટક-૨૩, શ્લોક-૩-૪ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – જે સાધક યોગી પોતાની શક્તિ પ્રમાણે શાસનની ઉન્નતિ કરે છે, તેઓ અન્યના સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ શક્તિને ગોપવ્યા વગર ગુણવાનને પરતંત્ર થાય છે, અને પોતાની સર્વ પ્રવૃત્તિમાં ગુણવાનને આગળ કરે છે, તેઓ ગુણવાનના બહુમાનથી શાસનની ઉન્નતિને કરે છે, અને તે જીવો આ ભવમાં અન્ય જીવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે; અને જે જીવો અન્ય જીવોને સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ બને છે, તે જીવો ઉત્તમ એવા સમ્યકત્વને પામે છે અર્થાત્ તીર્થંકર નામકર્મનું કારણ બને તેવા ઉત્તમ સમ્યકત્વને પામે છે. વળી તે સમ્યકત્વ કેવું છે, તે બતાવતાં કહે છે – (૧) ઉત્કટ સંક્લેશથી રહિત : પ્રક્ષણ તીવ્ર સંક્લેશવાળું છે અર્થાત્ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ્યા પછી વિષયોનો કદાચ સંશ્લેષ થાય તો પણ તે સંશ્લેષ નષ્ટપ્રાય હોય છે, અને વિષયોનો સંશ્લેષ તે સંક્લેશ છે, અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોવાને કારણે વિષયોમાં તીવ્ર સંશ્લેષ હોતો નથી. તેથી પ્રક્ષીણતીવ્રસંક્લેશવાળું સમ્યક્ત્વ છે. (૨) પ્રશમાદિ ગુણોથી સહિત – વળી અનંતાનુબંધી આદિ કષાયોના ઉપશમને કારણે પ્રમાદિ ગુણોથી યુક્ત છે=પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણથી સંગત એવું સમ્યકત્વ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154