Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 151
________________ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ૧૨૭ અજ્ઞાની છે. આવા અજ્ઞાની જવો સ્વઈચ્છાનુસાર સંયમની આચરણા કરે તો શિષ્યલોકમાં માર્ગનો બાધ થાય; કેમ કે વિચારક એવા શિષ્ટ લોકો અજ્ઞાની જીવોની સંયમની સ્વેચ્છા અનુસાર પ્રવૃત્તિ જોઈને વિચારે છે કે “કોઈ આપ્ત પુરુષોથી પ્રવર્તિત આ જૈનોનો માર્ગ નથી,” આથી આ રીતે જૈનોના સાધુભગવંતો સ્વ-સ્વમતિ અનુસાર જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, તેથી અજ્ઞાની જીવોની સંયમની આચરણા પણ માર્ગના માલિન્યનું કારણ છે. વળી જે આચરણા વિવેકપૂર્વક નહિ હોવાથી માર્ગના માલિત્યનું કારણ હોય તે આચરણા બાહ્યથી સુંદર આચરાતી હોય, બાહ્યથી શાસ્ત્રવિધિ અનુસાર કરાતી હોય, તોપણ તે ક્રિયાઓની આચરણાથી પૂર્ણપણે પ્રાપ્ત થતું નથી, પરંતુ ગુણવાનને પરતંત્ર થવાથી વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થાય છે. તેથી પૂર્ણપણે પ્રાપ્ત થાય છે, કેમ કે ગુણવાનને પરતંત્ર થઈને સંયમની આચરણ કરનાર સાધુની સર્વ ક્રિયા વીતરાગના વચનાનુસાર હોવાથી મોહનું ઉમૂલન કરીને ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. ૩૧ અવતરણિકા : સંયત એવા મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ, ભિક્ષા વડે ભિક્ષભાવ અને વૈરાગ્યથી વિરક્તભાવ છે, એ પ્રમાણે શ્લોક-૧માં કહ્યું, અને તેનું સ્વરૂપ શ્લોક-૩૧ સુધી વિસ્તારથી બતાવ્યું. હવે તે સર્વ કથનનું નિગમત કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसङ्गकृत् । त्रिधा शुद्ध्याचरन् धर्मं परमानन्दमश्नुते ।।३२ ।। અન્વયાર્થ: રૂત્યં આ રીતે શ્લોક-૧થી૩૧ સુધી વર્ણન કર્યું એ રીતે, વિજ્ઞા=જાણીને અર્થાત્ મુનિના સ્વરૂપને જાણીને, તાર્થસ –ગીતાર્થના સંગને કરનાર મતિમાન્ યતિ =મતિમાન એવા સાધુ, ત્રિધા ત્રણ પ્રકારની શુદ્ધિથી ઘર્મમાઘરન્ટ ધર્મનું આચરતા પરમાનન્દમ્ ૩ઝુતે પરમાનંદને પામે છે અર્થાત્ પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154