Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 152
________________ ૧૨૮ સાધુસામચ્ચિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ આનંદસ્વરૂપ મોક્ષને પામે છે. [૩૨II શ્લોકાર્ચ - આ રીતે બ્લોક-૧ થી ૩૧ સુધી વર્ણન કર્યું એ રીતે, મુનિના સ્વરૂપને જાણીને, ગીતાર્થના સંગને કરનાર મતિમાન એવા સાધુ ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મને આચરતા પરમાનંદને પામે છે. IBશા ટીકા : નિતિ-પષ્ટ: સારૂ૨ાા શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. ૩૨ા. ભાવાર્થ :શ્લોક-૧ થી ૩૧ સુધીના કથનનું નિગમન : શ્લોક-૧ થી ૩૧ સુધી સાધુનું સમગ્રપણું ત્રણ પ્રકારે થાય છે તે ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવ્યું. (૧) જ્ઞાનથી જ્ઞાનીભાવ, (૨) ભિક્ષાથી ભિક્ષુભાવ અને (૩) વૈરાગ્યથી વિરક્તભાવ થાય છે. તેમાં પ્રથમ (૧) વિષયપ્રતિભાસજ્ઞાન, (૨) આત્મપરિણતિમજ્ઞાન અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાન, એમ ત્રણ પ્રકારનાં જ્ઞાનો બતાવ્યાં. તે ત્રણે જ્ઞાનોમાંથી તત્ત્વસંવેદનજ્ઞાનરૂપ ત્રીજા જ્ઞાનથી મુનિમાં જ્ઞાનીભાવ પ્રગટે છે. વળી (૧) સર્વસંપન્કરીભિક્ષા (૨) પૌરુષદનીભિક્ષા અને (૩) વૃત્તિભિક્ષા, એમ ત્રણ પ્રકારની ભિક્ષા બતાવી. તે ત્રણ ભિક્ષામાંથી સર્વસંપન્કરી ભિક્ષાથી મુનિમાં ભિક્ષુભાવ પ્રગટે છે. વળી (૧) દુઃખાવિતવૈરાગ્ય, (૨) મોહાવિતવૈરાગ્ય અને (૩) જ્ઞાનાન્વિતવેરાગ્ય, એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવ્યા. તે ત્રણ વૈરાગ્યમાંથી જ્ઞાનાન્વિત વૈરાગ્યથી મુનિમાં વિરક્તભાવ પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154