________________
મહાત્મા દઢપ્રહારી આમ એક દિવસ નહિ, બે દિવસ નહિ, લાગલાગટ છ માસ સુધી સહન કર્યું. નિશ્ચયમાંથી જરા પણ ન ડગ્યા. અને લોકે થાક્યા. તેઓને સમજણ પડી. આ લૂંટારે નહિ પણ સાધુ છે. આજે પથરા મારવા બંધ કર્યા. ગાળે દેવી બંધ કરી. લેકે દૃઢપ્રહારીને ખૂબ માનની નજરથી જોવા લાગ્યા. છ માસ વીતતાં તે બધે પૂજનીય થઈ પડયા. એમને એકે દુશમન ન રહ્યા. એ પણ કોઈના દુશ્મન ન રહ્યા.
હવે મહાત્મા દૃઢપ્રહારી એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરવા લાગ્યા. તેમણે ઘણા લોકોને ઉપદેશ દીધે. ઘણાના જીવન સુધાર્યા અને છેવટે નિર્વાણ પામ્યા.
ધન્ય છે સહનશીલ દૃઢપ્રહારીને ! ધન્ય છે મહાત્મા દૃઢપ્રહારીને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com