________________
ચંદનબાળા
વાણી યાદ આવી. “રાજમહેલનાં સુખ તે ચાર દિવસના ચટકાં છે. તેમાં એ શાન્તિ કયાંથી હોય જે જિનેશ્વરના મુખ ઉપર દેખાય છે. અહો! તેમના નામથી દુઃખના દરિયામાં ડૂબેલાને પણ શાંતિ મળે છે. બેટા ! એમનું પવિત્ર નામ કદી વિસરીશ નહિ !”
ચંદનબાળા રાજમહેલમાં રહે, પણ તેમનું મન મહાવરનાજ ધ્યાનમાં. ન ત્યાંના ઘરેણું ગાંઠામાં લેભાય, ન ત્યાંના મેવા મીડાઈમાં. ત્યાંના બાગબગીચામાં લેભાય, ન ત્યાંના નેકર ચાકરમાં. એ તે સદાયે મુખમાં વીર ! વીર ! વીર !
તેમને વીરના જીવનનો રંગ લાગ્યો. પણ વીરને હજી કેવળજ્ઞાન થયું નથી. એટલે કેઇને ઉપદેશ દેતા નથી. કોઈને શિષ્ય કરતા નથી. ચંદનબાળા કેવળ જ્ઞાનની રાહ જોતાં પવિત્ર જીવન ગાળવા લાગ્યાં.
થોડા વખત પછી પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું. એટલે ચંદનબાળાના મનોરથ પૂરા થયા. તેમણે પ્રભુ મહાવીરની આગળ દીક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com