Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 364
________________ ધમાચ અણગાર સાધુ તેને ત્યાં ભિક્ષા લેવા આવ્યા. એક માસના તે ઉપવાસી હતા. નાગિલાએ વિચાર્યું “લાવ! આ શાક આ સાધુનેજ આપી દઉં. કોણ બહાર નાખવા જાય છે ! બધું શાક સાધુને વહેરાખ્યું.” ધર્મચિ આ આહાર લઈ પિતાના ગુરુ ધર્મઘોષ આગળ આવ્યા. ગુરુ આહાર સુંધીને જ બેલ્યા: “હે શિષ્ય! આ આહાર વાપરીશ નહિ. નહિતર તારું મરણ થશે. જ્યાં જીવડાં ન હોય એવી ભૂમિમાં તેને પાઠવી આવ ! હવેથી આવો આહાર લાવીશ નહિ.” - ઘર્મરુચિ આહારને પરઠવવા ગામ બહાર ચાલ્યા. એવામાં શાકના રસનું ટીપું ભેય પડયું. એ ટીપાની સુગંધથી લેભાઇ કેટલીક કીડીઓ ત્યાં આવી ને ચોટી ગઈ. તરત જ તે મરણ પામી. આ જોઇ ધર્મચિ મુનિએ વિચાર્યું “અહો! આ શાકના એક ટીપાથી આટલા બધા જીવ મરણ પામ્યા તો આ બધા શાકથી કેટલા જીવોને સંહાર થશે?માટે મને જ મરવા દે. મારા મરવાથી ઘણુ જીવ બચી જશે.” એમ વિચારી બધું શાક ખાઈ ગયા. પછી ધ્યાન ધરી લીધું ને જગતના સર્વ છની ક્ષમા માગી લીધી. થોડીવારમાં ઝેરી શાકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384