________________
ચંદનબાળા
જાય. એટલે કેનાં ટોળેટોળાં એકઠાં થયાં. તેનું મૂલ્ય પૂછવા લાગ્યાં.
વસુમતીને આ વખતે કેવું થયું હશે? રાજમહેલમાં રહેનારી ને સેંકડો નકરોની સેવા લેનારીને આજે ભરબજારમાં વેચાવાને વખત આવે !
વસુમતી નીચું મહે રાખી ઊભી રહી છે! જગન્ધવ! એ જગનાથ! જે બળે તમે મુકિત મેળવી તે બળ મારામાં પ્રગટ ! મારા શિયળની સંપૂર્ણ રક્ષા થાઓ !” આવી સ્તુતિ તે કરી રહી છે.
એવામાં આવ્યા એક શેઠ. તેમનું નામ ધનાવહ. પ્રેમની તે મૂર્તિ. દયાને તે ભંડાર.
વસુમતીને જોતાં જ તેમનું હૃદય કંપી ઊઠયું. તે વિચારવા લાગ્યાઃ “અહે! આ કઈ ઉંચા કુળની બાળા છે. બિચારી દુઃખની મારી આ પિશાચને હાથ પડી છે એટલે જરૂર કોઈ નીચના હાથમાં સપડાશે. માટે મેં માગી કિસ્મત આપીને હું જ તેને ખરીદી લઉં. મારે ત્યાં રહેશે તે વખતે તેનાં માબાપ મળશે ને બિચારી ઠેકાણે પડશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com