________________
અભયકુમાર
અભયકુમાર એ છબી લઈ વૈશાલિ ચાલે. ત્યાં ધનશેઠ નામે વેપારી બન્યા અને રાજમહેલ પાસે દુકાન નાંખી. તેની દુકાને ભાતભાતનાં અત્તરફૂલેલ વેચાય. ભાતભાતની બીજી વસ્તુઓ પણ વેચાય. શું ધનશેઠની મીઠી વાણી ! ઘરાક માલ લેવા આવે તો ખુશ ખુશ બની જાય. વળી ભાવ સરતે અને માલ સાર એટલે દુકાન થડા વખતમાં જામી ગઇ. અંતઃપુરની દાસીઓ પણ તેની ઘરાક બની.
જ્યારે દાસીઓ વસ્તુ ખરીદવા આવે ત્યારે ધન શેઠ પેલી છબીની પૂજા કરે. એક વખત એક દાસીએ પૂછયું: “ધનશેઠ કેની પૂજા કરો છો ? ” ધનશેઠ કહે, “અમારા દેવની.” દાસી કહે, “શું એમનું નામ ?” ધનશેઠ કહે, “શ્રેણિક.” દાસી કહે, “બધા દેવના નામ મેં સાંભળ્યાં છે. પણ એમાં કોઈ શ્રેણિક નામના દેવ નથી. આ દેવ તે કાઈ નવા જેવા લાગે છે?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com