Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રયોજકનું નિવેદન ‘ધર્મને સમજો' પુસ્તક સંપુટ નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખી કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવા પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય પમ તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયમાં બધા પ્રચલિત ધમનિ વિશે સંપૂર્ણ આદર રાખવાનું અને વિદ્યાર્થીઓના આત્મવિકાસને અર્થે ધર્મનું જ્ઞાન અહિંસા અને સત્યને દષ્ટિમાં રાખીને આપવાનું ગાંધીજીના સીધા માર્ગદર્શન હેઠળ નક્કી કરવામાં આવેલું છે, તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ-સ્નાતક મહાવિદ્યાલયોમાં બધા ધર્મોના શિક્ષણનો અભ્યાસક્રમ આધાર પાઠયક્રમ તરીકે અનિવાર્ય છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જગતના ધર્મોનો વૈકલ્પિક પાઠ્યક્રમ પ્રચલિત છે. નવજીવન ટ્રસ્ટના દસ્તાવેજમાં તેના ઉદ્દેશોની પૂર્તિસાર જે જે પ્રવૃત્તિઓ કરવાનું સૂચવેલું છે તેમાં હિંદમાં વસેલી બધી જુદી જુદી કોમો વચ્ચે એક્યનો પ્રચાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. એ હેતુ માટે નવજીવને ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસ્થાપિત કરેલા અનામત કોશમાંથી સહાય મળવાને પરિણામે આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકને પરવડી શકે તેવી રાતદરની કિંમતે આપવાનું શક્ય બન્યું છે. ગાંધીજી પ્રસ્થાપિત બને સંસ્થાઓની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચશિક્ષણમાં હવે મૂલ્યશિક્ષણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે. કેન્દ્ર સરકારના માનવસંસાધન મંત્રાલયે તથા યોજના પંચે તેમ જ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે આ પ્રકારના નૈતિક મૂલ્યોની કેળવણી કરતા શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નકકી કર્યું છે. આને અનુલક્ષીને આ પુસ્તક – સંપુટ ઉચ્ચશિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઈને ઉપયોગી થશે એવી આશા છે. ‘ધર્મને સમજો'ના આ પુસ્તક-સંપુટ મારફત ગાંધીજીનો સર્વધર્મસમભાવનો સંદેશો સર્વત્ર વસતા ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 152