Book Title: Pustako Je Mane Gamya Che Author(s): Gopaldas Jivabhai Patel Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust View full book textPage 6
________________ ૧ નારદ : ‘ભક્તિસૂત્ર’ ૧. નારદ તા બાદરાયણથી તદ્દન ઊલટી પ્રકૃતિની વ્યક્તિ છે. મને બે વિધા સામસામે મૂકવાનું ગમે છે; એટલે નારદ અને બાદરાયણને એક જ ઓરડીમાં સાથે બેસાડયા હોય, તે તે બેની વચ્ચે શું જામે તે જોવાનું જરૂર મન થાય. નારદ હંમેશાં પેાતાને એકતારા સાથે જ રાખે, તથા તેને વગાડતાં વગાડતાં ગાયા તથા નાચ્યા કરે. બાદરાયણ એ વસ્તુ જરા પણ સહન ન કરી શકે. બાદરાયણ તે નારદ સામે બૂમા અને ચીસા જ પાડી ઊઠે. નારદ બાદરાયણની ચીસા અને બૂમા ઉપર લક્ષ જ ન આપે; તે તે ઊલટું બાદરાયણને ચીડવવા માટે જ જાણે વધુ જોરથી એકતારા વગાડવાનું તથા ગાવાનું ચાલુ રાખે | ર ૨. નારદનાં ‘ભક્તિસૂત્ર' ‘અથાતો મત્તિ-નિસાસા' એ સૂત્રથી શરૂ થાય છે. એ સૂત્રને અર્થ થાય — “ હવે ભાવ પ્રેમ એટલે શું તેનું વિવરણ (આર ભીએ).” (‘ભક્તિ' એટલે લવલીનતા – એકરૂપ થઈ જવા જેવા ભાવ-પ્રેમ.) આ ‘પ્રેમ'નું વિવરણ એ જ ખરું વિવરણ – ખરું વિવેચન – ખરી તપાસ – ખરી શેાધ છે. બીજું બધું તેનાથી હેઠ છે. વળી ખરી તપાસ કે જિજ્ઞાસા તમારી તપાસના ૧. તેમના બ્રહ્મસૂત્ર' ઉપરનું રજનીશજીનું વિવેચન ફેબ્રુ॰ '૯૨ અંકની પૂતિમાં ઉતાયુ” છે, ૨. મૂળમાં રજનીરાજીએ ‘ભક્તિ’ શબ્દ માટે અંગ્રેજી ‘love' શદ વાપર્યા છે-'now the enquiry into love.' નારđજીએ પેાતે જ પછીથી ‘પ્રેમ' શબ્દ વાપરીને તેની વ્યાખ્યા આપી છે. ૩.. મૂળ ‘exploration.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 182