________________
“નિર્દેશસૂત્ર”
છે તેની હું તમને ચોખ્ખી ‘ના' પાડી દઉં છું. હું નહિ જ જાઉં; તમે બીજા કોઈને મેાકા. એ બહુ ભયંકર માણસ છે. તે મરણપથારીએ પડયો હોય તેય મને શું કહી કે કરી બેસે તે કહેવાય નહિ.”
બુદ્ધ બીજા શિષ્યાને પણ કહી જોયું; પરંતુ મંજુશ્રી વિના બીજું કોઈ વિમલકીર્તિ પાસે જવા તૈયાર થયું નહિ. મંજુઘી બુદ્ધના બધા શિષ્યામાંથી જ્ઞાન-સાક્ષાત્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ શિષ્ય હતા.
મંજુશ્રી વિમલકીતિ પાસે તેમની ખબર કાઢવા ગયા અને ત્યાં તે બે વચ્ચે જે વાતચીત કે બાલાચાલી થઈ તેનું જ આ ‘નિર્દેશસૂત્ર’ પુસ્તક બન્યું છે. ‘નિર્દેશ' એટલે સૂચન અથવા માર્ગદર્શન.
વિમલકીતિ છેલ્લા શ્વાસ જ લઈ રહ્યા હતા; અને મંજુશ્રી તેમને પ્રશ્ન પૂછતા હતા અથવા તેમણે પૂછેલા પ્રશ્નના જવાબ આપતા હતા. એ રીતે — એમાંથી — આ પુસ્તકના જન્મ થયા છે. ખરેખર એ મહાન ગ્રંથ છે.
કોઈ એ પુસ્તકની પંચાતમાં પડતું હોય એમ લાગતું નથી. કારણકે, એ પુસ્તક કઈ ધર્મ કે સંપ્રદાયનું પુસ્તક નથી. બૌદ્ધો પણ તેને પેાતાના સંપ્રદાયનું પુસ્તક ગણતા નથી; કારણકે, વિમલકીત બુદ્ધના વિધિસર શિષ્ય બન્યા ન હતા. લોકો તા ઉપરના નામ કે સિક્કાના જ પૂજારી હાય છે; અંદરના તથ્ય કે તત્ત્વના નહિ. બધા જિજ્ઞાસુઓને – મુમુક્ષુઓને હું તે પુસ્તકની ખાસ ભલામણ કરું છું. એ પુસ્તક હીરા કે રત્નાની ખાણ છે.
૧. ‘form.’'
૨. ‘spirit.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org