Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 10
________________ “વિવેક ચૂડામણિ” કશું સાંભળે જ શાને! મૂરખ વળી કોઈનું કહ્યું કશું સાંભળે? તે બહેરો જ હોય છે. અને કદાચ સાંભળે પણ તે તેને સમજમાં ઊતરવા ન દે. અને કદી સમજમાં ઉતારે તેય તે પ્રમાણે આચરણ ન જ કરે. અને આચરણમાં ન મૂકવું હોય તે સમજમાં ઊતરેલું પણ શા કામનું? તમે કશુંક સમજ્યા ત્યારે જ કહેવાય, જ્યારે તે પ્રમાણે તમે વવા માંડો. શંકરાચાર્યે ઘણાં પુસ્તકો લખ્યાં છે – સ્તોત્રો અને કાવ્યો પણ. પરંતુ “ભજ ગોવિંદમૂ મૂઢમતે” જેવું સુંદર ગીત બીજું કોઈ નથી. એ ત્રણ કે ચાર શબ્દો ઉપર મેં ઘણું વક્તવ્ય કર્યું છે – લગભગ ત્રણ પાનાં ભરાય તેટલું મને ગીત ગાવાં ખૂબ ગમે છે. મારું ચાલે તે હું નિરંતર ગાયા જ કરું. પરંતુ અહીં તે એ પુસ્તકના માત્ર નામોલ્લેખ કરીને જ પતવું છું. “વિવેક ચૂડામણિ આદિ શંકરાચાર્ય વિષે બોલવાની મને હંમેશાં ઇચ્છા રહ્યા જ કરી છે. તેમના પ્રખ્યાત પુસ્તક “વિવેદ જૂ ળ” વિશે બોલવાનું તે મેં નક્કી જ કર્યું હતું. પરંતુ છેવટની ઘડીએ તેને વિષે બોલવાનું મેં માંડી વાળ્યું. તેમ કરવાનું કારણ એટલું જ હતું કે, તે પુસ્તકમાં ભાવ-પ્રેમ કરતાં તર્કદલીલની વધુ બોલબાલા છે. તે નાનું પુસ્તક ૧. ઓશો રજનીશજીએ ૧૬ બેઠકોમાં થઈને પિતાને ગમતાં ૧૬૭ પુસ્તક વિષે રજૂઆત કરી છે. તે પુસ્તકો મુખ્યત્વે તત્વજ્ઞાનીઓ, તત્વસંશોધકો, ભક્તો – સંત વગેરેને લગતાં છે. માત્ર વિદ્વાનોનાં કે બીજા ગમે તે વિષયનાં પુસ્તકો વિશે તેમને કંઈ કહેવું નથી. આ લેખમાળામાં ગુજરાતી-ભાષી પ્રજાને સાંભળવા-જાણવા-વંચવા મળ્યાં હેય કે મળી શકે તેવાં હોય એવાં પુસ્તકો વિષે ઓશો રજનીશજીએ જે કંઈ કહ્યું છે તે પ્રથમ ઉતારવા માંડયું છે. - સ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 182