Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 9
________________ કબીરનાં ગીત (THE SONGS OF KABIR] આખી દુનિયામાં એના જેવું બીજું કાંઈ જ અસ્તિત્વમાં નથી. કબીરની વાણી માની ન શકાય તેવી સુંદર છે. છેક જ અભણ માણસ, વણકર તરીકે જન્મેલો પરંતુ કેને પેટે (તેમ જ કોનાથી) તે કોઈ જાણતું નથી. તેની મા ગંગાનદીને કિનારે તેને પડત મૂકીને ચાલી ગઈ હતી. તે લગ્નબહારનું –ગેરકાયદે સંતાન હતો. પરંતુ માત્ર કાયદેસરના સંતાન હોવું એ જ પૂરતું નથી. તે અલબત્ત ગેરકાયદે સંતાન હતું, પરંતુ તે પ્રેમનું સંતાન હતો. અને પ્રેમ એ જ ખરેખર સાચે કાયદો છે – love is the real law. મેં કબીર વિષે ઘણું ઘણું કહી દીધેલું છે; એટલે કશું વધુ ઉમેરવાની જરૂર રહેતી નથી. માત્ર ફરી ફરીને મારે એટલું જ કહેવું છે કે, “હે કબીર, કોઈ બીજા માણસને મેં એટલે ચાહ્યો નથી, એટલે તને ચાહું છું.” શંકરાચાર્ય આદિ શંકરાચાર્યને “મા નેવિંદ મૂઢમતે” આ સ્તોત્ર વિષે વાત કરવાની હંમેશાં મને ઇચ્છા રહી છે. સવારમાં અંગ્રેજીમાં અપાતા વ્યાખ્યાન માટેની યાદીમાં તેનું નામ મેં ઉમેરી લીધું જ છે. હિંદીમાં તે ક્યારનું મેં તેને વિષે ઘણું કહી દીધું છે. - આ પુસ્તક હજાર વર્ષ જૂનું છે, તથા તે એક નાનું ગીત માત્ર છે. “હે મૂઢ બુદ્ધિવાળા મુરખ, પરમાત્માનું ગીત ગા” એમ શંકરાચાર્ય સૌને સંબોધીને હાકલ કરે છે. પરંતુ મૂરખ જે કહેવાય તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 182