Book Title: Pustako Je Mane Gamya Che Author(s): Gopaldas Jivabhai Patel Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust View full book textPage 8
________________ પતંજલિનાં ગલ્સ છે – ઊલટું વધારે તીવ્રતાથી થાય છે. કારણકે તે વધુ ઊંડાણથી નું હોય છે. હું જ્યારે અંગ્રેજીમાં જ બોલું ત્યારે અચૂક ખોટી રીતે જ બોલી શકવાને. કારણકે, તે વખતે બેવડી પ્રક્રિયા થતી હોય છે – હું બોલતો હોઉં છું હિંદીમાં અને તેનું અંગ્રેજીમાં તે ભાષાંતર જ કરતે હોઉં છું. એ કઠિન પ્રક્રિયા છે. પરંતુ ઈશ્વરને આભાર કે સીધું અંગ્રેજીમાં બોલવાનું હજુ સુધી મારાથી બન્યું જ નથી. હું આશા રાખું છું કે મેં નારદ વિષે જે બધું હિંદીમાં કહ્યું છે, તેને અંગ્રેજીમાં કોઈ અનુવાદ કરશે. હિંદીમાં મેં ઘણી ઘણી બાબતો વિશે કહ્યું છે, જેમને વિષે અંગ્રેજીમાં મેં કાંઈ કહ્યું નથી. કારણકે તેમ કરવું શક્ય જ નહોતું. તેનાથી ઊલટું અંગ્રેજીમાં મેં ઘણી બાબતો વિશે કહ્યું છે, જે હિંદીમાં કહેવું શક્ય નહોતું. જ્યારે મારા બધાં હિંદી પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર થશે, તથા બધાં અંગ્રેજી પુસ્તકનું હિંદીમાં, ત્યારે તમે ખરેખર મૂંઝાઈ જશે. કારણકે, અંગ્રેજીમાં જુદા જ પરિમાણ (dimension)થી વાત કરી શકાય છે તથા હિંદીમાં પણ જુદા પરિમાણથી. પતંજલિનાં યોગસૂત્રો આજના વ્યાખ્યાનમાં ત્રીજું પુસ્તક પતંજલિનું “યોગસૂત્ર' છે. બાદરાયણ બહુ ગંભીર માણસ છે, અને નારદ જરા પણ ગંભીર નહિ. ત્યારે પતંજલિ બરાબર મધ્યમાં છે–ગંભીર પણ નહિ તથા ના ગંભીર પણ નહિ. જણે એક વૈજ્ઞાનિકને જ અવતાર! મેં પતંજલિ વિષે દશ પુસ્તકો ભરીને કહેવાનું કહી દીધું છે, એટલે તેમને વિષે વધુ કહેવાની કંઈ જરૂર નથી... માત્ર એક જ વાક્ય ઉમેર્યું કે, હું એ માણસને ખૂબ ચાહું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 182