________________
સત્પુરુષો જે રીતે સંસારની છૂટ્યા અને તેમણે જે માર્ગ બતાવ્યો તે ગ્રહણ કરીને વર્તીશ તો તું પણ સંસારથી છૂટી શકીશ.
ઇતને પરભી જો ચેતનકે પુગલસંગ સોહાવે, રોગી નર જિમ કુપથ કરીને, મનમાં હર્ષિત થાવ. ૫૯
આમ છતાં પણ જો ચેતન પુદ્ગલ સંગમાં હર્ષ પામે તો જેમ રોગી દર્દની ભયાનકતા સમજ્યા વિના કુપથ્યનું સેવન કરી તે પ્રકારના આહારની મીઠાશથી મનમાં હર્ષ પામે. પરંતુ જ્યારે કુપથ્યના સેવનથી રોગની વૃદ્ધિ થાય ત્યારે પસ્તાય છે.
પિંજરમાં પુરાયેલા બળવાન પશુનું પણ કંઈ ચાલતું નથી. પરાધીનતામાં તેને આયુષ્ય પૂરું કરવું પડે છે. પુદ્ગલના સ્પર્શાદિ પિંજરમાં પુરાયા પછી મોટા સમ્રાટો પણ હાર ખાઈ પરવશ થઈ જાય છે.
દેવોથી વંદનીય કેટલાયે દેશોના અધિપતિ એવા દશરથ રાજા કકૈયીની માયાજાળમાં ફસાઈ ગયા, તેને રાજી કરવા વચન આપ્યું અને રામાયણ ઊભી થઈ. દશરથરાજા એક કામને વશ સ્વયંમરણ શરણ થયા તેવી પરિસ્થિતિ પેદા થઈ. તો પછી જે જીવ પુદ્ગલના અનેકવિધ ફંદામાં ફસાય તેની શી દશા થાય ?
આવું જાણવા છતાં જીવ પુદ્ગલના પરિચયથી તેના પ્રત્યે દેઢ આસક્તિ ધરાવે છે. તેના અભ્યાસે તે તેના સંગથી હર્ષ પામે છે. પુદ્ગલના વિષયો ખસી જતાં તેના વિયોગમાં તે ઝૂરે છે. અને વળી તેને પુનઃ મેળવવા અંતે દુઃખ જ પામે છે.
જેમ કોઈ મધુપ્રમેહનો દર્દી ઔષધ લે છતાં મીઠાઈની લાલચ રોકી ન શકે અને તે ખાઈને ખુશ થાય છે. પરંતુ થોડા દિવસમાં તેનું પરિણામ આવતાં તે ક્યાં તો આંખો ગુમાવે છે, ક્યાં તો પથારીવશ થઈ ખાટલે પડે છે. માનેલો હર્ષ કુપથ્યને કારણે વિષાદમાં પરિણમે છે. તેમ જીવ પુગલના સંગમાં વિવેક ભૂલીને સંયમના પથ્યનું પાલન કરતો નથી પરિણામે વિષાદ પામે છે. આટલું સમજાવ્યા પછી પણ જો તું પુગલના પરિચયમાં જ રાચે તો ભાઈ ! તું
૯૪
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org