Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 178
________________ ૧૦૮ જ આત્મભાવે પ્રગટ થાય છે. ત્યારે આત્માનું ચારે ગતિનું આવાગમન નાશ પામે છે. એટલે જ્યાં આવાગમન નથી તેવા સ્થાનમાં આત્મા સમાઈ જાય છે. સ્વરૂપમય સિદ્ધત્વને પામે છે. સંસારની ચારે ગતિ તે જીવના આવાગમનનું સ્થાન છે. પરંતુ સિદ્ધલોકમાં સિદ્ધત્વ પામ્યા પછી પુનઃ જન્મ ધારણ કરવાનો રહેતો નથી. જીવ સાથે કર્મનું કોઈ નિમિત્ત રહેતું ન હોવાથી જીવના જન્મમરણ સમાપ્ત થાય છે. બાલખ્યાલ રચિયો એ અનુપમ, અલ્પમતિ અનુસાર, બાલ જીવકું અતિ ઉપગારી, ચિદાનંદ સુખકાર. અંતમાં ગ્રંથકાર લખે છે કે મહાવિદ્વાનો પાસે હું તો બાળક જેવો છું. મેં મારી અલ્પમતિ અનુસાર આ ગ્રંથ રચ્યો છે. વળી બોધના ચાહક એવા બાળજીવોને ખ્યાલમાં રાખીને આ અનુપમ વસ્તુની રચના કરી છે. જે ભવસાગર તરવા માટે બાલજીવોને અતિ ઉપકારી છે. વાસ્તવમાં ચિદાનંદજીએ પોતાના જ આત્માના હિત-સુખ માટે આ અનુપમ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તે સૌને માટે ઉપયોગી છે. જે ભવ્ય જીવો આ ગ્રંથને વાંચશે, વિચારશે, ચિંતન મનન કરશે, તેના બોધને હૃદયમાં ધારણ કરશે તે સૌને સુખરૂપ થશે. . પ્રસ્તુત ગ્રંથમાં પુદ્ગલનો વાસ્તવિક પરિચય કરાવી ગ્રંથકારે માનવની અનાદિની ભ્રાંતિ ટળે તેવો બોધ આપ્યો છે. પુદ્ગલમાં ખોવાયેલો અને પુરાયેલો માનવ પુદ્ગલના પરિચયથી પાછો પડે તો પરમાર્થની પ્રાપ્તિ અવશ્ય થાય. વળી પુદ્ગલની સાથે તેમણે પરમાર્થ તત્ત્વનું માહાભ્ય પણ દર્શાવ્યું છે. જેથી સાધક પરમાર્થ માર્ગને સરળતાથી આરાધી સાચા સુખને પ્રાપ્ત કરે. ઉપસંહાર લગભગ ત્રણસો વર્ષ પહેલાં પૂ. શ્રી ચિદાનંદજીએ લખેલી પુદ્ગલગીતા' આજના પુદ્ગલની પ્રતિષ્ઠાના ચમકારાનું તાદેશ્ય વર્ણન છે. જ્ઞાનીજનો કે સંતજનો માટે તે એક ખેલ કે તમાશો છે. મહામાનવોએ પૌદ્ગલિક પદાર્થોની મૂચ્છમાંથી ઊઠતી વાસનાનું સ્વરૂપ જોયું અને પારમાર્થિક એવા આત્મ સ્વરૂપનું દર્શન કર્યું ત્યારે તેઓ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૬o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180