Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 177
________________ ધાર લીનતા લવલવ લાઈ, ચપલભાવ વિસરાઈ આવાગમન નહિ જિણ થાનક, રહિયે તિહાં સમાઈ ૧૦૭ હે સુજ્ઞ ! તારું મન અત્યંત ચપળ છે. હાથી જેમ તોફાને ચઢે અને વૃક્ષને ઉખેડી નાંખે તેમ તારું ચપળ મને તારી આત્મા સ્થિરતાને છેદી નાંખે છે. અશ્વની ગતિ જેવું વેગીલું છે. વાનર જેમ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ પર કૂદકા મારે તેમ તારું મન અનેક વિકલ્પોમાં કૂદકા મારે છે. મુનિઓને પણ આ ચપલ મન દાવાનળની જેમ બાળે છે. હવે તારે જો મુક્તિ પામવી હોય તો તું આ મનને ક્ષણે ક્ષણે આત્મભાવમાં લીન કર. પ્રથમ તે સ્થિર થશે નહિ પરંતુ પુનઃ પુનઃ અભ્યાસથી તે સ્થિર થશે. મનની ચપળતા ટાળવા અને તેને સ્થિર કરવા પ્રથમ તો કોઈ શુદ્ધ અવલંબનમાં તેને જોડવું, કોઈ મહાપુરુષોના ચરિત્રમાં જોડવું. મંત્રમાં જોડીને તેને નિયમમાં લાવવું. કોઈ તત્ત્વ વિષયમાં લીન કરવું. છતાં તે તેની આદત મુજબ દોડશે, ભાગશે, છતાં તારે ગુરુ નિશ્રાએ રહી તેને સંયમમાં રાખવા પ્રયત્ન કરવો. વારંવાર પ્રયત્ન કરવાથી મન આત્મભાવમાં લીન થાય છે. મનને વશમાં રાખવા સંયમ અને નિગ્રહની જરૂર છે. અનેક વિષયોમાં ભમતું મન અત્યંત વ્યગ્ર હોય છે. માટે તેને વ્રત તપ કે નિયમ દ્વારા સંયમ કે નિગ્રહમાં રાખવું. તે વારંવાર બાહ્ય પદાર્થોની માંગણી કરે ત્યારે તેને તે પદાર્થોથી દૂર રાખવું. તે એક વારમાં સમજી જશે નહિ કારણ કે તેને દીર્ઘકાળથી સ્વેચ્છાએ વિહરવાની આદત છે. પરંતુ તેને સદ્ધોધની પ્રાપ્તિ થાય તો સંયમમાં રહે તેવું છે. મનને સ્થિર રાખવામાં વૈરાગ્યનું બળ અતિ આવશ્યક છે. જો તેને પદાર્થોના રાગાદિભાવો છૂટી ગયા હશે તો તે આત્મભાવમાં સરળતાથી લીન થશે. સ્થિર જળમાં જેમ તરંગ ઊઠે તેમ મનમાં વિકલ્પોના તરંગો ઊઠે છે. ત્યારે તેને કોઈ શુદ્ધ અવલંબનમાં જોડવા પ્રયત્ન કરવો. જો આ મન માની જાય અને વિકલ્પરહિત દશા પામે તો આત્મામાં ભળી જાય, પછી મનનું ભિન્ન અસ્તિત્વ રહેતું નથી. અર્થાત્ મન શુદ્ધ થતાં કર્મોનો નાશ થાય છે. શુદ્ધ મન તે ૧૬૬ પુદગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180