Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 175
________________ જ્યાં સ્વનો પ્રકાશ છે. તેને સૂર્યાદિના પ્રકાશની જરૂર નથી. આત્માની એ શુદ્ધતા મુક્તિનું શિખર છે, જ્યાં માનવ અનંત વૈભવનો સ્વામી બને છે. ઐશ્વર્યવાન આત્માને પુદ્ગલના અંધારા ઓરડામાં પુરવાથી તેના પરિણામરૂપે તે ચારે ગતિમાં પરિભ્રમણ પામે છે. જેમ તત્ત્વદૃષ્ટિ વિકસે છે તેમ તેમ જીવન અર્થપૂર્ણ બને. એ દષ્ટિ જ્યારે વિશ્વવ્યાપી -- ચૈતન્યવ્યાપી બને છે ત્યારે આત્મા પરિપૂર્ણતાનો વૈભવ પામે છે. - જ્ઞાની જે દૃષ્ટિ વડે સંસારને જુએ છે તે દૃષ્ટિ વડે જોતાં સંસારની વિચિત્રતા જ તત્ત્વદૃષ્ટિનું કારણ બને છે. પરંતુ દષ્ટિને દેહમાં સ્થાપવાથી ચેતના વગરનું વ્યર્થ જીવન જીવવું પડે છે. પ્રજ્ઞાવંતને સ્વમાં તેમજ પરમાં ચૈતન્યનાં દર્શન થાય છે. તેનું જીવન સાર્થક બને છે. હે સુજ્ઞ ! દેહરૂપી, પુદ્ગલરૂપી પાત્રમાં તારું આત્મબળ શોષાઈ જાય છે. અન્ય ઉપાય ત્યજીને તું અંતરથી વિચાર કરીને તે પાત્રોને ત્યજી દે તો તારું આત્મજળ રક્ષા પામશે. અર્થાત્ શુદ્ધાત્મામાં રમણતા એ જ અનન્ય ઉપાય છે. પુદ્ગલના ભેદ દ્વારા તેની ક્ષણિકતા જાણી તે પ્રત્યેથી ચિત્તને પાછું વાળી તેના વિકલ્પોથી મુક્ત થા. સ્વરૂપનો બોધ પામ તો આત્માનું તાત્ત્વિક સ્વરૂપે પ્રગટ થશે. પરદ્રવ્યનું ચિંતન છોડીને શુદ્ધાત્મામાં તદાકાર થાય છે તે જીવ પૂર્ણાનંદને પામે છે. માટે હે ચેતન ! તું આત્મદ્રવ્યના અચિંત્ય સામર્થ્યને પરમ વૈભવને, જ્ઞાનાદિ અનંત ગુણોને જાણ અને તેનું ધ્યાન કર, તેમાં જ રમણતા કર, તો આ ક્ષણભંગુર અને ભાવના રહિત એવા પરપદાર્થોનું તાદાભ્ય વિરામ પામશે. આત્માનો સ્વભાવ એવો છે કે અનાદિથી પરના પરિચય આવૃત્ત થવા છતાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરતો નથી. કારણ કે શુદ્ધતા એ જ પોતાનું સ્વરૂપ છે, તે ધન છે, તેમાં પરપદાર્થોનો પ્રવેશ નથી છતાં ખીરનીર જેમ થયેલું કર્મોનું મિલન તેને બાધા કરે છે. સ્વરૂપ રમણતાની દષ્ટિ થતાં તે બાધા પણ નષ્ટ થાય છે. રૂપ રૂ૫ રૂપાંતર જાણી, આણી અતુલ વિવેક; તદ્ગત લેશ લીનતા ધારે, સો જ્ઞાતા અતિરેક, ૧૦૬ ૧૬૪ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180