Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 173
________________ ૨૦ ભેદ, તથા ૮મી ગાથામાં કહેલા ૧૦ ભેદ મળી, ૪ અરૂપી અજીવના ૩૦ ભેદ છે. - તથા ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન. એ ર૫ ગુણમાંના જે ગુણના ભેદ ગણાતા હોય, તે ગુણ અને તેના વિરોધી – સ્વજાતીય ગુણ સિવાયના શેષ સર્વ ગુણોના ભેદ, તે ગુણમાં પ્રાપ્ત થાય. જેમ – કૃષ્ણાદિ પાંચે વર્ણ સહિત કૃષ્ણવર્ણના ગુણભેદ ૨૦ થાય, અને એ રીતે દરેક વર્ણના ૨૦-૨૦ ગણતાં વર્ણના ૧૦૦ ભેદ થાય. એ પદ્ધતિએ પ રસના ૧૦૦ ગુણ, ૫ સંસ્થાના ૧૦૦ ગુણ, ૨ ગંધના ૪૬ ગુણ, અને ૮ સ્પર્શના વિરોધી સ્પર્શ બલ્બ હોવાથી, તે બાદ કરતાં, દરેક સ્પર્શના ત્રેવીસ ત્રેવીસ ગણતાં) ૧૮૪, અને એ સર્વ મળી ૫૩૦ ભેદ પુદ્ગલના (એટલે રૂપી અજીવના ભેદ) છે. દરેક દ્રવ્યમાં અન્યને મળતા લક્ષણો હોવા છતાં દરેક દશ્યમાં અસાધારણ ગુણ હોય છે જે અન્યમાં હોતો નથી. તે વડે અરૂપી પદાર્થો પાંચ હોવા છતાં અસાધારણ ગુણથી તેઓ અલગપણે ઓળખાય છે જેમકે : ધર્માસ્તિકાય : ગતિ લક્ષણવાળું છે. અધર્માસ્તિકાય : સ્થિતિ લક્ષણવાળું છે. આકાશાસ્તિકાય : અવગાહનરૂપ છે. કાળ : વર્તના લક્ષણવાળું છે. જીવાસ્તિકાય : ચેતના લક્ષણવાળું છે. પુદ્ગલાસ્તિકાય : સ્પર્શદિવાળું છે. પુગલભેદભાવ ઈમ જાણી, પરપખરાગ નિવારો, શુદ્ધ રમણતા રૂપ બોધ, અંતર્ગત સદા વિચારો. ૧૦૫ જગતમાં જડ-પૌલિક પદાર્થોની કોઈ ગણતરી થાય તેમ નથી. એક એક પદાર્થ, તેના ગુણ, તેની પલટાતી અવસ્થાઓ વગેરેનો અનંત શબ્દ સિવાય કોઈ જવાબ નથી. જે સર્વજ્ઞના જ્ઞાનથી પ્રકાશિત છે. છદ્મસ્થ એ વ્યાપકતાને માપી શકે તેમ નથી. ફૂટપટ્ટીથી ધરતીનું માપ કેવી રીતે નીકળે ? તેમ મર્યાદિત બુદ્ધિ આવા વ્યાપક વસ્તુનું ૧૬૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180