Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 176
________________ આત્મા સ્વભાવે અરૂપી-મૂત્ત છે. તેને વિવિધ રૂપરૂપાંતર કેવા ? આ રૂપરૂપાંતર કેવળ પુદ્ગલના સંયોગથી છે. તે સંયોગ નિત્ય નથી. માટે તે રૂપ પણ નિત્ય નથી તેમ વિવેકપૂર્વક વિચારે તો આત્માના અરૂપી ગુણની શ્રદ્ધા થાય. અરૂપી અને શુદ્ધાત્મા પુદ્ગલ સંયોગથી વિવિધ ભેદવાળો મનાય છે. અનેક રૂપો ધારણ કરે છે. પુદ્ગલના ભેદથી આત્માને ભિન્ન જાણવો તે વિવેક છે. જડ અને ચૈતન્ય સ્વભાવે-લક્ષણે ભિન્ન છે. પુદ્ગલ એ પર પદાર્થ છે. તેમ જાણી સાધક સ્વસ્વરૂપમાં લીનતા ધારણ કરે, પુદ્ગલનો સંયોગ છતાં પોતે જ્ઞાનસ્વરૂપે રહે, તો સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે. 1 જેમ પડોશીના ઘરની દીવાલને પડતી જોઈ આપણને દુઃખ થતું નથી. જોવા છતાં આપણને તે પરિસ્થિતિ સ્પર્શતી નથી. કેમકે તે ઘર મારું નથી પરાયું છે. તેથી ત્યાં સાક્ષીભાવે રહે છે. તેમ આ પુદ્ગલ તારા સ્વભાવનું નથી કે તારું નથી. તારું રાખ્યું રહેતું નથી. સાથે આવતું નથી. તો પછી તે પડે કે રહે તેમાં તને શું કામ દુઃખ કે સુખ થવું જોઈએ ? તેની જે અવસ્થા ઉત્પન્ન કે વ્યય થાય તે તારા જ્ઞાનમાં જણાય છે. ત્યારે તું જાણે ખરો પણ સુખનું વેદન ન કરે તો તું જ્ઞાતા છું. સ્વ-૫૨ જાણવાનો સ્વભાવ આત્મામાં છે. પરંતુ પુદ્ગલ વસ્તુનો આત્મામાં પ્રવેશ નથી. સ્વ-પર જાણનારું જ્ઞાન પરમાં જ્ઞાતાપણે છે અને સ્વને જાણતા લીન થતાં સુખનો અનુભવ થાય છે. જ્ઞાન સ્વયં જ્ઞાતા સાક્ષી છે. જેમ ગુનેગારના સાક્ષી બનવામાં મજા નથી તેમ જે પુદ્ગલનો સાક્ષી બને છે તેમાં વિવેક રાખે છે તેને બંધનની સજા નથી. કારણ કે પુદ્ગલ પરિણમનને તે જાણે છે, પરંતુ આકુળ થતો નથી. પોતાના સ્વભાવને, પોતાના ગુણોને, નિર્મળતાને તદ્રુપ થઈને જાણે અને પરપદાર્થમાં તદ્રુપ થયા વગર જાણે. આવું જે જ્ઞાન છે, તે જ્ઞાતાપણું છે. આવો જ્ઞાતા બંધનથી મુક્ય થાય છે. -- - પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૧૬૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180