Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 171
________________ ભેદ પંચશત અધિક તિરેસઠ, જીવતણા જે કહિયે, તે પુદ્ગલ સંયોગ થકી સહુ, વ્યવહારે સરદહીયે. ૧૦૨ સમગ્ર સૃષ્ટિની જીવરાશિ અનંતાનંત છે. એક પાણીના બિંદુમાં હજારો જીવો હોય છે. સાધારણ વનસ્પતિના એક સૂક્ષ્મ અંશમાં અનંત જીવો હોય છે. એક વૃક્ષમાં અસંખ્ય જીવો હોય છે. જંતુઓની ઉત્પત્તિ અસંખ્ય પ્રમાણે હોય છે. આમ સંસારમાં જીવોની સંખ્યા અનંતાનંત છે. ઉત્પન્ન થવાનાં સ્થાનો ચોર્યાશી લાખ છે. તેમાં વર્ણાદિનું સરખાપણું જોતાં જીવના ભેદ પાંચસો ત્રેસઠ થાય છે. ચૈતન્યગુણે આત્મા સમાન છે. પરંતુ કર્મના સંસ્કારે કરીને જે જે દેહ ધારણ કરે તે તે પ્રમાણે તેના ભેદ પડે છે. નિશ્ચયથી જોતાં ચૈતન્યલક્ષણે સર્વજીવો સમાન છે. વ્યવહારે કરીને આ ભેદને જાણવા જોઈએ. નિહચેનય ચિદ્રુપદ્રવ્યમેં, ભેદભાવ નહિ કોય, બંધ અબંધકતા નયપખથી, ઇણ વિધ જાણો દોય. ૧૦૩ નિશ્ચયનયથી જોતા ચૈતન્યરૂપ દ્રવ્યમાં કોઈ ભેદ નથી છતાં ચારે ગતિના ભેદ દેખાય છે. કોઈ મનુષ્ય, તિર્યંચ, કોઈ દેવ કે નારક તે કર્મનાં પરિણામ છે. ચેતનાયુક્ત દેહધારીને સુખી કે દુઃખી રાજા કે રંક, ઊંચ કે નીચ, જ્ઞાની કે અજ્ઞાની માનવામાં આવે છે તે પણ કર્મની બાહુલ્યતા છે. મૂળ સ્વરૂપે આત્મા ચિદ્રુપ-ચૈતન્યસ્વરૂપ છે. જીવમાત્ર જ્ઞાન-દર્શન ઉપયોગ સહિત, નિગોદ કે સૂક્ષ્મ શરીરધારી જંતુ આંશિક પણ જ્ઞાનદર્શન ઉપયોગ સહિત છે. જ્ઞાનાદિની તરતમતા પણ કર્મને આધીન છે. તત્ત્વદૃષ્ટિથી જોતા ચેતનાદ્રવ્ય અપેક્ષાએ સમાન છે. આત્મા કર્મથી બંધાયેલો છે કે મોક્ષસ્વરૂપ છે તેવા ભેદ પણ વ્યવહાર અપેક્ષાએ છે. સ્વસ્વરૂપે આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે તેની બંધ અબંધ એવી કોઈ અવસ્થા છે નહિ. છતાં વ્યવહાર અપેક્ષાએ કર્મ સત્તાના બંધનમાં છે, તેથી જીવે બંધનથી મુક્તિ મેળવવાની રહે છે. મોક્ષસ્વરૂપ માની લેવાથી સ્વરૂપ પ્રગટ થતું નથી પણ મોક્ષસ્વરૂપમાં ૧૬૦ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180