Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 153
________________ પ્રયુક્ત કરી છે. ૧. દ્રવ્યદયા : ઊઠવાનું, બેસવાનું, ચાલવાનું કે અન્ય કોઈ પણ કાર્ય કરતાં નાનામોટા કોઈ જીવને હાનિ ન થાય, તેની રક્ષા કરવી. ૨. ભાવદયાઃ માનવજન્મ પામીને અધર્મયુક્ત પ્રવૃત્તિ કરી આલોક કે પરલોક માટે આત્માનું અહિત કરનારને, દુર્ગતિએ જતા બચાવવા અનુકંપાબુદ્ધિએ ઉપદેશ આપી સન્માર્ગે લાવવો. ૩. સ્વદયા : જેમ અન્ય જીવની દયા એ ધર્મતત્ત્વનું રહસ્ય છે, તેમ જીવને સ્વદયા હોવી જરૂરી છે. સ્વદયાવાન અન્ય પ્રત્યે વાસ્તવિક દયા પાળી શકે છે. એ ચિંતવે છે કે આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વને કારણે પરિભ્રમણ પામ્યો છે. તત્ત્વબોધ પામ્યો નથી. જિનાજ્ઞા પાળતો નથી, તેથી દુઃખ પામ્યો છે. ૪. પરદયાઃ છ કાય જીવની રક્ષા કરવી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીવોને ચેતનાયુક્ત માની તેમની રક્ષા કરવી. બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધી ત્રસકાય જીવોની રક્ષા કરવી. તેમના કોઈ પણ પ્રાણનો ઘાત ન કરવો. ૫. સ્વરૂપદયાઃ ગૃહસ્થપણે રહેતા જે કંઈ કાર્ય કરવું પડે તેમાં પૃથ્વી આદિ જીવોની હિંસા થાય ત્યારે તેમાં અનુકંપા રાખી ઉપયોગ રાખીને તે તે કાર્યમાં સંક્ષેપ કરવો. વળી પરમાર્થથી સૂક્ષ્મ વિચાર વડે પોતાના સ્વરૂપની વિચારણા કરવી. જેમકે અજન્મા, અમરણના ગુણવાળા આ આત્માને જન્મમરણ કરવાં પડે છે. ૬. અનુબંધદયા: ગુરુ પોતાનું કર્તવ્ય સમજી વાત્સલ્યભાવે શિષ્યના હિત માટે તેને કડક શબ્દોમાં ઉપદેશ આપે છે, બાહ્યપણે તો અયોગ્ય લાગે છે પણ તેમાં કરુણાનો ભાવ છે તેથી તે અનુબંધદયા છે. ૭. વ્યવહારદયા : મન, વચન, કાયાના યોગ વડે કોઈ જીવનું અહિત ન કરવું. દરેક કાર્ય ઉપયોગપૂર્વક કરવું. જિનાજ્ઞા પ્રમાણે યોગ્ય વિધિપૂર્વક દયા પામવી. પદાર્થોમાં સચિત અચિતનો વિવેક રાખવો. મનુષ્યોને કટુ વચનથી દુભવવા નહિ. સર્વજીવોની સુખની ૧૪૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180