Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 163
________________ કરે છે. કોઈ વાર નરકમાં જાય છે. કોઈવાર જંતુ કે પશુ તરીકે શરીર ધારણ કરે છે. તો વળી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ઘણા આંતરે મનુષ્યજન્મ પામી કર્મની વિચિત્રતાનો ભોગ બને છે. જેમ હીરા વીંટીમાં જડાય તો વીંટી કહેવાય. બંગડીમાં જડાય તો બંગડી કહેવાય. માટીનો પિંડ ઘડો બને કે કોડિયું બને તો જેવો આકાર થાય તેવો કહેવાય. છતાં તેમાં હીરો હીરારૂપે કે માટી માટી રૂપે જ રહે છે. અને સંયોગે નામરૂપ પામે છે. તેમ આત્મા શુદ્ધ તત્ત્વ છે છતાં કર્મના સંયોગથી આધિ, વ્યાધિ અને ઉપાધિ પામે છે. કર્મનું સ્વતંત્ર અસ્તિત્વ જ આત્મા નામાદિ પામે છે. આપણે આકારને જ અસલ માનીએ છીએ. તેથી દેહમાં આત્મસ્રાંતિ થઈ છે. જડ કર્મોને સ્વસ્વરૂપે માનવામાં ભ્રમ પેદા થાય છે. જો રાગાદિની વ્યર્થ પ્રવૃત્તિ બંધ થાય તો ચેતન સ્વસ્વરૂપે પ્રગટ થાય. પરંતુ જ્યાં સુધી કર્તા ભોક્તાભાવની ભ્રાંતિ છે ત્યાં સુધી જીવ કર્મકલંક રહિત થતો નથી. સુખડના વનમાં રહેતા માણસોને સુખડની ખબર નહોતી. તેથી અજ્ઞાનવશ ચંદનના લાકડાનો ઉપયોગ રોટલા રાંધવામાં કરતા હતા, કોઈ અધિકારીએ તેમને સુખડની ઓળખાણ કરાવી તે દિવસથી તેઓ સુખડને સાચવતા થયા. તેમ સદ્ગુરુએ કલંક રહિત આત્માની ઓળખ કરાવી ત્યારે ભ્રમ ભાંગી ગયો, અને જીવ શીવરૂપે પ્રગટ થયો. જીવ અજીવ તત્ત્વ ત્રિભુવનમેં, યુગલ જિનેશ્વર ભાખે, અપર તત્ત્વ જે સપ્ત રહે, તે સાંયોગિક જિન દાખે. ૧૦૦ શ્રી જિનેશ્વરે ત્રણ લોકના સ્વરૂપમાં મુખ્ય તત્ત્વ જીવ અજીવ બે જણાવ્યા છે. બીજા સાત તત્ત્વ છે તે જીવ સાથે સાંયોગિક સંબંધ ધરાવે છે. એટલે કુલ તત્ત્વો નવ છે. સંસારની વિચિત્રતા જુગલજોડીને તત્ત્વના કારણે ભેદ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, નવતત્ત્વ છે. જીવ અને મોક્ષ ભિન્ન નથી. જીવ સ્વયં મોક્ષસ્વરૂપ ૧૫૨ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180